ગેસ સિલિન્ડરની ચોરી કરતો ચોર ઝડપાયો
(એજન્સી) સુરત, હાલમાં મોંઘવારીએ જે રીતે માઝા મૂકી છે જેને લઇને સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ફાંફા પડી ગયા છે. પેટ્રોલ-ડીઝલ હોય કે, ગેસ હોય તમામ વસ્તુઓના ભાવ આસમાને જઈ રહ્યા છે. ત્યારે આ કપરી પરિસ્થિતિ સામાન્ય વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તેવામાં સુરતની સરથાણા પોલીસે એવો ચોર પકડી પાડ્યા જે માત્ર ગેસ સિલિન્ડરની ચોરી કરતા હતા.
આ પકકડાયેલ ચોરે છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી વિસ્તારમાંથી ૨૫ જેટલા ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી. ત્યારે ચોરને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. જાેકે પકડાયેલા આરોપી વિક્રમ પાસેથી સિલિન્ડર્ય. પોલીસે કબજે કર્યા છે.
ચોરી કરનાર ચોર પંદરસો રૂપિયામાં આ સિલેન્ડર વેચી પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરતો હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સિલિન્ડર ચોરીના બનાવો વધી ગયા હતા. જેને લઈને સુરતની પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ત્યારે યોગી ચોક સાવલીયા સર્કલ શ્યામધામ ચોક વગેરે જેવા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના પાર્કિંગમાં ઘરેલુ ગેસની બોટલ ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોની ચોરીના બનાવો વધી રહ્યા હતા.
જેને લઈને સુરતની સરથાણા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે બાતમીદારોને મદદથી સિલિન્ડર ચોરી કરતા સરથાણા ખાતે જ રહેતા સંજય માન્યા નામના યુવકને ઝડપી પાડયો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી ઘર શા માટે ગેસ સિલિન્ડરની ચોરી કરતા હતા આરોપી.
જાેકે, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતની ચીજાે ખરીદવા મુશ્કેલી પડી રહી હતી ત્યારે પોતાનું ઘર ચલાવવા માટે પૈસા કમાવવા સંજય માન્યા, અને સાથી મિત્ર ભેગા મળી સુરતમાં ગેસ સિલિન્ડર ની ચોરી કરતા હતા .પકડાયેલ આરોપીએ કુલ ૨૫ કરતાં વધુ સિલિન્ડરની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
ચોરી કરેલ આ સિલીન્ડર ૧૫૦૦ રૂપિયામાં વેચી દઈને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ૧૫ જેટલા સિલિન્ડર કબજે કર્યા છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીએ ૧૦ જેટલા સિલિન્ડર આરોપી સુંદરે વેચી દીધા હોવાની કબૂલાત કરી છે ત્યારે પોલીસે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ભૂતકાળમાં આ સિવાય ચોરીમાં સંડોવાયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.