ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં, મહારાજા અને મહારાણી પોઝીટીવ
ગોંડલ: સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત રહ્યો છે ત્યારે હવે ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે ગોંડલના મહારાજા સાહેબ અને મહારાણી સાહેબનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારે હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ કવોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે હવે રાજવી પરિવારમાં કોરોના પહોંચતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.ઉલ્લેખનીય છે કે ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ચાર કેસ નોંધાયા હતાં જેમાં પુનિતનગરમાં તુલસી ટાવરમાં એક,માધવવાડીમાં એક કેવી રોડ પરની અંબિકાનગરમાં એક અને તક્ષશિલા સોસાયટીમાં એક કેસ નોંધાયો છે.
ગોંડલના મહારાજા જયોતિન્દ્રિય જાડેજા અને મહારાણી કુમોઢબા જાડેજાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાણ કરાઇ છે આ વિષે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની તબિયત હાલ સારી છે ગોંડલનગર પાલિકા દ્વારા હઝુર પેલેસને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં વધુ ૫૯ કેસ નોંધાયા છે જયારે ગ્રામ વિસ્તારમાં કુલ ૩૬ નવા કેસ નોંધાયા છે આમ શહેરમાં અને જિલ્લામાં કુલ ૯૫ કેસ નોંધાયા છે આ ઉપરાંત કુલ ૧૨ દર્દીઓના મોત નિપજયા છે રાજકોટ શહેરમાં દરરોજ સરેરાશ ૬૦ કેસ નોંધાઇ રહ્યાં છે આથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી છે રાજકોટ શહેરમાં કોરોના પોઝીટીવ આંક ૧૯૩૧ પર પહોંચી ગયો છે જે પૈકી ૮૧૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જયારે ૪૩ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજકોટમાં આજે કોરોનાથી વધુ છ દર્દીના મૃત્યુ થયા છે ગઇકાલે ૧૬ બાદ આજે વધુ ૬ દર્દીના મૃત્યુ થયા છે રાજકોટ શહેરના ત્રણ ઉપરાંત જામનગર જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે છેલ્લા પાંચ દિવસમાં ૬૯ દર્દી રાજકોટમં કોરોનાથી મોતને ભેટયા છે.