Western Times News

Gujarati News

ગોંડલમાં કંપનીમાં બનાવટી સોનુ ગીરવે મૂકી છેતરપિંડીથી લોન મેળવનાર ૭ શખ્સો ઝબ્બે

Files Photo

રાજકોટ: ગોડલ શહેર ખાતે આવેલ મુથુટ ફિનકોપ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં ૯ જેટલા શખ્સો એ બનાવટી સોનુ મૂકી ૧૩ ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. ૨૨,૬૦,૩૬૩ રૂપિયાની છેતરપિંડી કરતા ગોંડલ શહેર પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.અમરેલી માણેકપરા ભગવતી ચોકમાં રહેતા મેસર્સ મુથુટ ફિનકોપ કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જાેષી એ ગોંડલ સિટી પોલીસ મથકમાં ૯ શખ્સો એ ખોટા સોનાના દાગીના ઓ મૂકી કંપની પાસેથી રૂપિયા ૨૨,૬૦,૩૬૨ ની લોન મેળવી છેતરપિંડી કરી હોય પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬ ૪૨૦ ૧૨૦હ્વ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ આધારિત ગોંડલ શહેર પોલીસે ૭ શખ્સો પ્રશાંત હરેશભાઈ વાજા, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ, ઇમરાન ફારૂકભાઇ સમા, મેરુંન દિનેશભાઈ ફાગલી, ફિરોજ છોટુભાઈ સિપાહી, કરણ રમેશભાઈ તન્ના, દેવેન સુરેશભાઈ રાજગુરુ મોટી ગોંડલ વાળાને પકડી પાડ્યા.અન્ય બે આરોપી આશિષ જીતેન્દ્રભાઈ ખખ્ખર અને ધર્મેશ મનસુખભાઈ મકવાણા ગોંડલ વાળાઓને પોલીસે ઝડપવા પર ચક્રોગતિમાન કરી રહી છે.

આ છેતરપિંડીના કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજ્યગુરુ દ્વારા મુથૂટ ફાઇનાન્સ ની ઓફિસે આવી નોટરીની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન મેળવી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું, અને .અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની વરખથી જાડો ઢાળ ચળાવી છેતરપિંડી કરી હતી. લોનની રકમ ભરપાઈ કરવાની પોલીસને બાંહેધરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.