ગોંડલમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
દિવાળી અને નૂતનવર્ષના પર્વની ઉજવણી ગુજરાતના સુપ્રસિધ્ધ ગોંડલ ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી. બીએપીએસના મહંત સ્વામીએ ગોંડલ ખાતે હરિભક્તો અને સંતો સાથે નૂતન વર્ષની ઉજવણી કરી હતી. સવારથી જ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અન્નકુટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.