ગોંડલ: પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
રાજકોટ, ગોંડલના એક યુવાનની ઘાતકી હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાસરામમાં પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જાેકે, હાલ પોલીસે હત્યા કોણે અને ક્યા કારણોસર કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલના ગુંદાસરામાં પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ધર્મજીવન સોસાયટીમાં રહેતા મુન્ના યાદવના ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં આસપાસના લોકોને શંકા ગઇ હતી. જેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, એલસીબી બ્રાન્ચ, તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે બંધ રૂમ ખોલીને તપાસ આદરી હતી. જે દરમિયાન રૂમમાંથી છરીના ઘા મારેલી હાલતમાં શ્રમિકની લાશ મળી આવી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોસાયટીમાં અસહ્ય દુર્ગંધ આવતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હત્યા કોણે કરી અને શા માટે યુવાનની હત્યા કરવામાં આવી તે તમામ દિશામાં પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. આ પરપ્રાંતીય યુવાનની પૈસાની લેતીદેતી મામલે અથવા અંગત અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે કે કેમ? તે થિયરી પર પણ પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા હત્યાઓનું પગેરું શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.SS1MS