ગોએરની રૂ. ૯,૯૯૯ રિટર્ન ભાડામાં મુંબઈ, દિલ્હી અને બેંગાલુરુથી માલેની ફ્લાઈટ્સ
- મુંબઈ, નવી દિલ્હી અને બેંગાલુરુને જોડતી સપ્તાહમાં પાંચ દિવસ ડાયરેક્ટ ફ્લાઇટ્સ
- ડિસેમ્બર, ૨૦૧૯ અને જાન્યુઆરી, ૨૦૨૦ દરમિયાન બુકિંગ ઓપન
મુંબઈ, 24 ઓક્ટોબર 2019: દેશની સૌથી ભરોસાપાત્ર, નિયમિત અને ઝડપથી વિકસી રહેલી ગોએર એરલાઇને આજે માલે, માલદિવ્ઝ માટેના વિન્ટર શિડ્યૂલની જાહેરાત કરી હતી. પહેલી ડિસેમ્બર, ૨૦૧૯થી અમલમાં આવનારા આ શિડ્યૂલ અનુસાર, ગોએર મુંબઈ, નવી દિલ્હી અને બેંગાલુરુથી સપ્તાહમાં પાંચ દિવસ માલેની ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરશે. પહેલી ડિસેમ્બર, ૨૦૧૯થી ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૯ સુધી આ શિડ્યૂલ માટેનાં બુકિંગ્ઝ હવે ઉપલબ્ધ છે તથા ભારતમાં આગામી રજાઓ અને લગ્નની મોસમ અગાઉ જ રજૂ કરવામાં આવ્યાં છે. વિન્ટર શિડ્યૂલ માટે, ગોએર તમામ સમાવેશ સાથે રૂ. ૯,૯૯૯ જેટલા નીચા રિટર્ન ફેર ઓફર કરી રહી છે.
- મુંબઈ – માલે – મુંબઈ : ગોએરની ડાયરેક્ટ ફ્લાઇટ G8 23 દર બુધવારે, ગુરુવારે અને રવિવારે મુંબઇથી 09:00 કલાકે પ્રયાણ કરશે અને 11:15 કલાકે માલે પહોંચશે. તેની પ્રથમ રિટર્ન જર્ની પર, ફ્લાઇટ G8 24 દર બુધવારે અને રવિવારે ૧૨.૧૦ વાગ્યે માલેથી પ્રયાણ કરશે અને ગુરુવારે તે ૧૨.૨૦ વાગ્યે પ્રયાણ કરશે અને ૧૫.૪૦ કલાકે મુંબઈ ઊતરાણ કરશે.
ભાડું: મુંબઈ-માલે-મુંબઈ સેક્ટર માટેની રિટર્ન ફ્લાઇટ તમામ સમાવેશ સાથે રૂ. ૧૧,૯૯૯.
- દિલ્હી-માલે-દિલ્હી: સોમવારે, બુધવારે અને શનિવારે ફ્લાઇટ G8 33 દિલ્હીથી ૧૦.૩૫ કલાકે ઊપડશે અને ૧૪.૧૫ વાગ્યે માલે પહોંચશે, અને ફ્લાઇટ G8 34 ૧૫.૧૫ કલાકે માલેથી પ્રસ્થાન કરશે અને ૧૯.૪૫ કલાકે દિલ્હી પહોંચશે.
ભાડું: દિલ્હી-માલે-દિલ્હી સેક્ટર માટેની રિટર્ન ફ્લાઇટનું ભાડું તમામ સમાવેશ સાથે રૂ. ૧૫,૯૯૯.
- બેંગાલુરુ – માલે – બેંગાલુરુ: દર બુધવારે અને રવિવારે ફ્લાઇટ G8 ૧૩.૧૦ કલાકે બેંગાલુરુથી પ્રયાણ કરશે અને ૧૪.૪૦ કલાકે માલે પહોંચશે અને વળતી મુસાફરીમાં, ફ્લાઇટ G8 44 ૧૫.૪૫ કલાકે માલેથી પ્રયાણ કરીને ૧૮.૧૦ કલાકે બેંગાલુરુ પહોંચશે.
ભાડું: બેંગાલુરુ-માલે-બેંગાલુરુ સેક્ટર માટેની રિટર્ન ફ્લાઇટ તમામ સમાવેશ સાથે રૂ. ૯,૯૯૯.