ગોએરે મેળવ્યું સૌથી ઊંચું ફોર-સ્ટાર રેટિંગ, 1.4 મિલીયન પેસેન્જર્સનો અભિપ્રાય
- ગોએરે એપેક્સ દ્વારા ફોર-સ્ટાર “લો કોસ્ટ કેરિયર 2020 ઓફિશિયલ એરલાઇન રેટિંગ્સ™” મેળવ્યું
- એપેક્સમાં એવા બિઝનેસીસ અને વ્યાવસાયિકોના નેટવર્કનો સમાવેશ થાય છે જેઓ વિશ્વમાં પેસેન્જર્સ માટે વૈશ્વિક કક્ષાનો એરલાઇન અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે.
- વધુમાં ગોએરે સેન્ટ્રલ એશિયા રિજીયન માટે બેસ્ટ સિટ કંફોર્ટ અને બેસ્ટ કેબિન સર્વિસ માટે એપેક્સ 2020 રિજીયોનલ પેસેન્જર ચોઇસ એવોર્ડ™ની વિજેતા બની
1.4 મિલીયન પેસેન્જર્સે ગોએરને ફોર-સ્ટારનું સૌથી ઊંચુ એપ્રુવલ રેટિંગ આપ્યું છે, જેની સાથે તેની કેટેગરીમાં ચાલુ વર્ષે તેને એકમાત્ર એવી એરલાઇન બનાવે છે જેણે સમગ્ર સેન્ટ્ર્લ એશિયા રિજ્યનમાં આ પ્રકારની પ્રશસ્તિ પ્રાપ્ત કરી હોય. આ રેટિંગ નોન-પ્રોફીટ મેમ્બરશિપ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જેમાં વિશ્વની અગ્રણી એરલાઇન્સ, ઉદ્યોગ સપ્લાયર્સ, મોટા મીડિયા જૂથો અને સંબધિત ઉડ્ડયન ઉદ્યોગના આગેવાનોનો સમાવેશ થાય છે તેવી એપેક્સ દ્વારા આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ એરબસ, સેન્ટર ફોર એવિયેશન (સીએપીએ) અને ધી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઇએટીએ)ના પ્રતિનિધિઓની હાજરીમાં આપવામાં આવ્યો હતો.
એપેક્સ દ્વારા “લો કોસ્ટ કેરિયર 2020 ઓફિશિયલ એરલાઇન રેટિંગ્સ™”માં ફોર-સ્ટાર રેટિંગ નીચેના પરિબળોને આધારે આપવામાં આવ્યું હતું.:
- એકંદરે ઇન-ફ્લાઇટ અનુભવ (ફ્લાઇટની અંદરનો અનુભવ)
- કેબિન સર્વિસ
- સિટ કંફોર્ટ (બેસવામાં સરળતા)
- ચોખ્ખાઇ
- ફૂડ અને બેવરેજીસ (ખોરાક અને પીણાઓ)
પેસેન્જર્સે પણ ગોએરની તરફેણમાં નીચે જણાવેલ બે અલગ અલગ કેટેગરીઓમાં નંબર વન એરલાઇન તરીકે પોતાનો મત આપ્યો હતો:
- બેસ્ટ સિટ કંફોર્ટ
- બેસ્ટ કેબિન સર્વિસ
ઓફિશિયલ એરલાઇન રેટિંગ્સ અને એપેક્સ પેસેન્જર ચોઇસ એવોર્ડ એપેક્સની કોંકુરની ટ્રિપ્લટ સાથેની ભાગીદારી મારફતે એકત્ર કરવામાં આવેલા તટસ્થ, થર્ડ પાર્ટી પેસેન્જરના અભિપ્રાય અને ઊંડી નજરના આધારે આ એવોર્ડ અપાયો હતો. ફાઇવ-સ્ટાર સ્કેલનો ઉપયોગ કરીને 1.4 મિલીયન ફ્લાઇટ્સ કરતા વધુને વિશ્વની 600 એરલાઇન્સના પેસેન્જર્સ દ્વલારા રેટિંગ આપવામાં આવ્યું હતું અને તેને વ્યાવસાયિક બાહ્ય ઓડીટીંગ કંપની દ્વારા સ્વતંત્ર રીતે પ્રમાણિત કરવામાં આવી હતી. ફોર-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરનાર ગોએર સેન્ટ્રલ એશિયન રિજ્યનમાં પ્રથમ ક્રમની લૉ-કોસ્ટ કેરિયર તરીકે ઉભરી આવી હતી.
આ પ્રસંગે બોલતા ગોએરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેહ વાડીયાએ જણાવ્યું હતું કે: “ન્યુયોર્ક સ્થિત એરલાઇન પેસેન્જર એક્સપિરીયન્સ એસોસિયેશન (એપેક્સ) વિશ્વભરમાં પેસેન્જર્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉડ્ડયન ઉદ્યોગે સન્માન આપ્યું છે. ફોર-સ્ટાર રેટિંગ્સ સરેરાશ 3.8 વર્ષની વય ધરાવતા યુવના ઉડાન કાફલા સાથે ગોએરના પેસેન્જરલક્ષી દ્રષ્ટિકોણને સ્પઠ્ બનાવે છે. ગોએરના પેસેન્જર્સને તેમની કુલ મુસાફરીના અનુભવ પર પ્રતિભાવ આપવા માટે કહેવામાં આવ્યું હતું તે હકીકત છે જેમાં ટિકીટની ખરીદીથી લઇને બેગેજના દાવાઓ સુધીનો સમાવેશ થાય છે અને અને તેણે ગોએરની તરફેણમાં અભૂતપૂર્વ મતદાન કર્યું હતું. ગોએરનો સમગ્ર પરિવાર અમારા પેસેન્જર્સ કાયમ માટે હસતા રહે તે માટે ફરજ ઉપરાંત પણ કાર્ય કરે છે તેનું પ્રમાણ છે.”
એપેક્સનો પેસેન્જર ચોઇસ એવોર્ડ ગોએરન કેબિન ક્રૂની ઉદ્દાત્ત શૈલી દર્શાવે છે જે પ્રત્યેક ફ્લાઇટમાં કઠોર તાલીમ હેઠળથી પસાર થાય છે, ક્લાસ ટોપ્પીંગ-પ્રક્રિયાને અનુસરે છે. ક્રૂની કામગીરી અને પર્ફોમન્સને કડક ધોરણો દ્વારા ચકાસવામાં આવે છે જેથી પેસેન્જર્સ સુરક્ષા અને સેવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે.
ગોએર હાલમાં 320થી વધુ દિનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને અમદાવાદ, ઐઝવાલ બગડોગરા, બેંગાલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, દિલ્હી, ગોવા, ગૌહત્તી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કન્નૂર, લેહ, લખનૌ, મુંબઇ, નાગપુર, પટણા, પોર્ટ બ્લેયર, પૂણે, રાંચી અને શ્રીનગર સહિતના 25 ડેસ્ટીનેશન્સમાં ઉડાન ભરે છે. ગોએર 8 આંતરરાષ્ટ્રીયના ડેસ્ટીનેશન્સમાં ફુરેટ, માલી, મસ્કત, અબુધાબી, દુબઇ, બેંગકોક, કુવૈત અને સિંગાપોરનો સમાવેશ થાય છે.