ગોકુલધામ-નાર સંસ્થા દ્વારા 100 બેડની વ્યવસ્થા સાથેનું કોવિડ કેર અર્પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/23.jpeg)
આણંદ જિલ્લાના ગોકુલધામ-નાર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ શુકદેવપ્રસાદદાસજી તથા સાધુ હરિકેશવ દાસજી સમાજના છેવાડાના માણસો, પશુ-પક્ષીઓ માટે સેવારત છે જ, પરંતુ હાલની કોરોનાની મહામારીમાં દર્દીઓ તેમજ જરૂરિયાતમંદોની સેવા માટે સંસ્થા દ્વારા નયનાબેન જગદીશભાઇ પટેલ નિર્મિત મકાનને 100 બેડની વ્યવસ્થા ધરાવતા કોવિડ કેર, આઇસોલેશન સેન્ટરમાં ફેરવી નાખવામાં આવ્યું છે.
ગોકુલધામ દ્વારા ચાલતી અન્ય સમાજસેવા પ્રવૃત્તિઓની જેમ જ કોવિડ કેર, આઇસોલેશન સેન્ટરમાં દાખલ થનાર દર્દીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા, પ્રાથમિક દવાઓ, સેનેટાઇઝર, બે ટાઇમ ઉકાળા, નાસ મશીન, ફ્રૂટ જ્યૂસ અને ચા-નાસ્તાની સુવિધા સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત, દર્દીઓને મનોરંજન માટે પ્રોજેક્ટર દ્વારા કથાશ્રવણ માટે સેન્ટ્રલ સાઉન્ડ સિસ્ટમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જ્ઞાતિ તથા ધર્મના નાગરિકોને સેવા આપી, આ સંસ્થા સેવાનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડી રહી છે.