ગોટાળાની ફરિયાદ બાદ CBIના ૨૦ ઠેકાણે દરોડા
નવી દિલ્હી, દેશભરમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021માં ગોટાળાની ફરિયાદ બાદ સીબીઆઈએ ગુરૂવારે દેશના ૨૦ ઠેકાણા પર રેડ પાડી છે. આ રેડ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇંસટિટ્યૂટ પર પાડવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી-એનસીઆર, પૂણે, જમશેદપુર સહિત ઘણા શહેરોમાં સીબીઆઇની ટીમ પહોંચી અને ઇંસ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર તલાશી લીધી હતી.
સૂત્રોના અનુસાર CBI એ ૧ સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ એજ્યુકેશન ઇંસ્ટિટ્યૂટ ચલાવનાર કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીના ડાયરેક્ટર, ૩ કર્મચારી અને ઘણા અન્ય લોકો વિરૂદ્ધ પણ એફઆઇઆર કરવામાં આવી. આરોપ છે કે આ લોકોએ સુનિયોજિત રીતે દેશમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021માં અનિયમિતતાઓને અંજામ આપ્યો છે.
સૂત્રોના અનુસાર CBI એ ૧ સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ એજ્યુકેશન ઇંસ્ટિટ્યૂટ ચલાવનાર કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીના ડાયરેક્ટર ૩ કર્મચારી અને ઘણા અન્ય લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. આરોપ છે કે આ લોકોએ દેશમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021માં અનિયમિતતાઓને અંજામ આપ્યો છે. આ સંબંધમાં કંપની વિરૂદ્ધ સીબીઆઇમાં કંપ્લેંટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે હાલમાં JEE (Mains) Exams 2021 ના ફેસ-૪ ને પેપર લેસ ચાલી રહ્યા છે. આ ફેસની પરીક્ષા ૨૬, ૨૭, અને ૩૧ ઓગસ્ટના રોજ થઇ હતી. ત્યારબાદ ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ પણ તેની બાકી પરીક્ષા યોજાઇ. આ પરીક્ષાની ઓફિશિયલ આન્સર કી ૪ સપ્ટેમ્બરના રોજ જાહેર થઇ શકે છે. આ પરીક્ષાના પ્રથમ, દ્વીતિય અને ત્રીજા ફેસની પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને જુલાઇમાં યોજાઇ હતી.SSS