ગોડાઉન ખાતે સીક્યુરીટી ગાર્ડ ગોઠવવા અને C.C.T.V કેમેરા કાર્યરત રાખવા આદેશ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અસલાલી, સાણંદ, ચાંગોદર, ધોળકા, વિરમગામ ટાઉન, બોપલ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટા ગોડાઉનો આવેલા છે. આ ગોડાઉનોમાં માલ-સામાનનો સંગ્રહ કરવામાં આવે છે. આ ગોડાઉનો પર કામ કરતા મોટા ભાગના લોકો પરપ્રાંતના અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય છે. આ ગોડાઉનો પર વોચમેનોની સંખ્યા નહિવત હોવાના કારણે ચોરી, લૂંટ તથા ધાડ જેવા કિસ્સાઓ બને છે.
આથી આવા ગોડાઉનોની અંદર તથા બહારના ભાગે બહારથી આવતા તથા જતા વાહનોની નંબરપ્લેટ અને તેમાં બેસેલ વ્યક્તિ સ્પષ્ટ રીતે દેખાય તેવા સી.સી.ટીવી કેમેરા ગોઠવવા તેમજ તેનો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. વોરા એ આદેશ કર્યો છે. તા. ૦૨-૧૨-૨૦૧૯ સુધી અમલી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર કરશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે..