ગોતાઃ એક મકાનમાં ગેસના બાટલામાં આગ લાગી
અમદાવાદ: શહેરમાં પાચકુવા ખાતે લાગેલી આગ સિવાય ગોતા વિસ્તારમા પણ વધુ એક આગની ઘટના સામે આવી છે ગોતામા આવેલા વંદેમાતરમ રોડ ઉપર લાઈફ લાઈન હોસ્પિટલની બાજુમા આવેલી અખંડાનંદ સોસાયટીમાં આવેલા અકે મકાનમા વહેલી સવારે ગેસ બાટલામાં આગ લાગતા પરિવાર ફસાયો હતો બુમાબુમ થતા વહેલી સવારે પાડોશમાં પણ જાગી ગયા હતા અને તાત્કાલિક આગ મા ફસાયેલા પરીવારને મદદે આવી પહોચ્યા હતા.
બાદમાં પરિવારને હેમખેમ બહાર નીકાળી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાબડતોડ ફાયર ફાઈટર અ સોસાયટી ખાતે પહોચીને આગ બુઝાવાની કામગીરી શરૂ કરી હતી જેના દ્વારા થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો આ ઘટનામા પણ કોઈ જાનહાની થઈ નથી બધાએ હાસકારો અનુભવ્યો હતો આગના કારણે ધુમાડાના ગોટેગોટા જાઈ આસપાસના રહીશો પણ ટોળે થઈ ગયા હતા.