ગોતામાંથી ગુમ થયેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ: અમદાવાદના ગોતા હાઉસિંગમાંથી સાત વર્ષની બાળકી ગુમ થઇ જતાં પોલીસ દોડતી થઇ હતી બે દિવસ પહેલા જ આ બાળકી ગુમ થઇ હતી જેના પગલે સમગ્ર કેસ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો તેણે ગણત્રીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખ્યો હતો બાળકીની માતા અને તેના કહેવાતા માનેલા ભાઇ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. બાળકીનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો હતો ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ધટના સ્થળે પહોંચી ગયો હતો.
બે દિવસ પહેલા ગોતા હાઉસિંગ ખાતેથી સાત વર્ષની એક બાળકી ખુશી રાઠોડ ગુમ થઇ હતી આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવ્યો હતો. તેણે ગણત્રીના સમયમાં જ કેસ ઉકેલી નાખ્યો હતો ઓગણજ ટોલનાકા નજીકથી બાળકી ખુશીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
આરોપી મૃત બાળકી ખુશી રાઠોડનો પરિચિત હોવાનું સામે આવ્યું ખુશીની માતાનો માનેલા ભાઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું હાલ તો પોલીસનું માનવું છે જાે કે પોલીસ દ્વારા આ અંગે કોઇ જ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ બાળકીની માતાની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે જાે કે આ અંગે હજુ વધારે તપાસ ચલાવાઇ રહી છે અધિકારીઓ આ અંગે હાલ તો ઇ પણ સ્પષ્ટ જણાવી રહ્યાં નથી અધિકારીઓનું કહેવુ છે કે તપાસ ચાલુ છે.