Western Times News

Gujarati News

ગોતામાં HPCLનો આઉટલેટ ખુલ્લો મૂકાયો

અમદાવાદ, અમદાવાદના ગોતા ખાતે એચપીસીએલના મિલેનિયમ આઉટલેટનું સંદીપ મહેશ્વરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-રિટેલ, HPCL દ્વારા વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખાતે સંદીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ રિટેલ રિજન હેઠળ મિલેનિયમ અમદાવાદ – ગોતા, અમદાવાદ અમારા ક્રાઉન જ્વેલ્સમાં વધુ એક ઉમેરો છે. ટેકનોલોજી સાથે ગ્રીન ઇનિશિયેટિવ્સનું સંપૂર્ણ મિશ્રણ અમારા મિલેનિયમ અમદાવાદ ગોતા આઉટલેટને અલગ પાડે છે.

આ રિટેલ આઉટલેટ અમદાવાદના નવા વિકસતા વિસ્તાર ગોતામાં ૧૨૦૦ ચોરસ મીટરના પ્લોટમાં સ્થપાયેલ છે. આ આઉટલેટ પહેલેથી જ આ વિસ્તારમાં એક સીમાચિહ્ન બની ગયું છે. આ આઉટલેટ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગની સુવિધા સાથે પેટ્રોલ, પાવર, ડીઝલ અને સીએનજી જેવા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઇંધણ પ્રદાન કરે છે.

મિલેનિયમ અમદાવાદ ગોતા એ ઓનલાઈન ગ્રીડ કનેક્શન સાથે ૫૯.૨૫ કેડબલ્યુ ક્ષમતાની સોલર પેનલ છત ધરાવતું પ્રથમ એચપીસીએલ આઉટલેટ છે. આ ભારતનો પહેલો પેટ્રોલ પંપ છે જેને “ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ” તરફથી ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું છે.

રેઈન વોટર હાવેર્સ્ટિંગ ૩૦૦૦૦ લીટરની ક્ષમતાવાળા આઉટલેટ પર તૈયાર કરવામાં આવ્યું છે. રેઈન વોટર હાવેર્સ્ટિંગમાંથી રિસાયકલ કરેલું પાણી રિટેલ આઉટલેટ પર પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે.

વધુમાં, વિવિધ પર્યાવરણને અનુકૂળ ગ્રીન પહેલો જેમ કે રેઈન વોટર હાવેર્સ્ટિંગ, ડિસ્પેન્સિંગ યુનિટ્‌સ અને ટાંકીઓ માટે અલગ સમ્પ, ફ્યુઅલ લીક ડિટેક્શન સેન્સર્સ, ફ્લેક્સિબલ પાઈપલાઈન, ઓવરફિલ પ્રોટેક્શન અને વીઆરએસ ઇનબિલ્ટ ડિસ્પેન્સિંગ યુનિટ્‌સ આઉટલેટ પર પૂરા પાડવામાં આવે છે.

શ્રેષ્ઠ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ ઉપરાંત, આઉટલેટના તમામ દેખાવને અનન્ય નવી ડિઝાઇનની છત, ગ્રાઉન્ડ ૧ ફ્લોર સેલ્સ બિલ્ડીંગ, વર્ટિકલ ગાર્ડન અને નવીનતમ બ્રાન્ડિંગ સાથે વધારેલ છે. ઇંધણના વિકલ્પો ઉપરાંત, ગ્રાહક ઓટોમેટેડ ટ્રાન્ઝેક્શન્સ, ઇ-રિસિપ્ટ્‌સ, ક્લબ એચપી પાની,, લ્યુબ ચેન્જિંગ ફેસિલિટી, એચપી પે, ડ્રાઇવ ટ્રેક પ્લસ અને અન્ય ડિજિટલ પેમેન્ટ્‌સ વિકલ્પનો આનંદ ઉઠાવશે.

જેથી ગ્રાહક જે બિલ ભરવામાં આવે છે તે તેની ખાતરી કરી શકશે. અન્ય ફરજિયાત સુવિધાઓ સાથે મફત હવા અને નાઈટ્રોજન ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.