ગોતામાં કોરોના વકર્યોઃ વંદેમાતરમની હાલત ખરાબ
અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધ ઘટ થઈ રહી છે હાલમાં સુરત શહેરમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહયા છે અમદાવાદ શહેરમાં કેસોની સંખ્યા ઘટવા લાગી છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાતા તંત્ર સફાળુ જાગ્યુ છે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે.
શહેરના પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં વ્યાપક પ્રમાણમાં ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે આ દરમિયાનમાં શહેરના ગોતા વિસ્તારમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. વંદેમાતરમની હાલત ખૂબ જ ચિંતાજનક બનવા લાગી છે. ગુજરાતમાં રાજય સરકારે અનલોકની જાહેરાત કરી વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપી છે જેના પરિણામે બજારો અને જાહેર રોડ પર લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે.
રવિવારે ભરાયેલા ગુજરી બજારમાં ખુલ્લેઆમ લોકો માસ્ક વગર અને સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યા વગર ફરતા જાેવા મળ્યા હતા આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા જ દ્રશ્યો જાેવા મળી રહયા છે જેના પરિણામે આગામી દિવસોમાં અમદાવાદ શહેરની સ્થિતિ સુરત કરતા પણ વધુ કપરી બને તેવી દહેશત સેવાઈ રહી છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસો એક હજારનો આંક પાર કરી રહ્યો છે. દિવસેને દિવસે કેસો વધી રહ્યાં છે. સંક્રમણ કાબૂમાં આવી રહ્યું નથી. હવે કેસો પૂર્વને પશ્વિમમાં વધી રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાના કેસો ભલે ઘટ્યા હોય પણ સ્થિતિ બદલાઈ નથી. અમદાવાદમાં ન્યૂ વેસ્ટ ઝોનમાં માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. એમાં સૌથી ખરાબ હાલત ગોતા વિસ્તારની છે. ગોતામાં સંક્રમણ ખાસ વધી રહ્યું છે. વંદેમાતરમ એરિયામાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. હવે તંત્રએ આ બાબતે કડક પગલાં ભરવાની
જરૂર છે.
ગોતામાં જેમ જેમ કોરોના ટેસ્ટ વધી રહ્યાં છે તેમ તેમ કેસો વધી રહ્યાં છે. આજે પણ ગોતામાં ૨ સોસાયટીને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાઈ છે. જેમાં પારસ સ્ટેટ્સ ફ્લેટ્સ, અને શ્રીપદ રેસિડન્સીનો સમાવેશ થાય છે. શ્રીપદ રેસિડ્સીના ૩ બ્લોકને કન્ટેન્મેન્ટઝોન જાહેર કરાયા છે. જયાં એએમસીનું તંત્ર નિયંત્રિત ઝોનના બોર્ડ લગાવી ચૂક્યું છે. ગોતામાં સતત કેસોની સંખ્યામાં વધારો જોતાં હવે સ્વયંભૂ લોકડાઉન લગાવવું પડે એવી સ્થિતિ પેદા થઈ છે.
જો ગોતામાં હાલમાં જે પ્રકારે બજારો ભરાઈ રહ્યાં છે આ જ સ્થિતિ રહી તો સૌથી ઓછા કેસ ધરાવતો ન્યૂ વેસ્ટ ઝોનમાં ગોતા એ નંબર વન બની જશે. આજે બોડકદેવ અને થલતેજના એરિયામાં પણ કન્ટેન્મેન્ટ ઝોનની જાહેરાત થઈ છે. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા ૪ ઝોનને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં થલતેજ, ગોતા અને બોડકદેવમાં એક ઝોનને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.વિસ્તારથી જોઈએ તો, થલતેજમાં ઉમિયા પાર્ક સોસાયટી, જ્યારે ગોતામાં પારસ સ્ટેટસ સોસાયટી રોડ તથા શ્રીપદ રેસીડેન્સી અને બોડકદેવમાં કોણાર્ક ક્રિષ્નમા-માનસી ટાવરની બાજૂમાં આ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.
જ્યારે અગાઉ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેલા અમુક વિસ્તારમાથી તેને નાબૂદ કરવામાં આવ્યા છે. જેમાં બોડકદેવમાંથી મેઘદીપ એપાર્ટમેન્ટ, ગોતામાંથી સિલ્વર પર્લ્સ ફ્લેટ, ગોતામાં સ્થાપત્ય હાઈટ્સ, ઘાટલોડીયા ગાયત્રી ટેનામેન્ટના રહેઠાણોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે.