ગોતામાં ફર્નીચરના ગોડાઉનમાં મોટી આગ

પ્રતિકાત્મક
અમદાવાદ, શહેરનાં ગોતા વિસ્તારમાં આવેલાં શ્રીજી એસ્ટેટમાં આવેલાં ફર્નીચરનાં એક ગોડાઉનમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. જેનાં કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ આગ કેટલી ભયાનક હતી તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની નાની-મોટી કુલ ૧૮ ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
જાેકે, રાહતના સમાચાર એ છે કે આગની ઘટના વખતે ગોડાઉનમાં કોઈ હાજર નહોતું. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ છે અને ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.