Western Times News

Gujarati News

ગોતા, બોડકદેવ, લાંભા, વટવા સહીત ર૦ વોર્ડમાં ડેન્ગયુ- ચીકનગુનિઆનો આતંક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો કાબુ બહાર જઈ રહયો છે. શહેરમાં ઝેરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીઆ જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ચીકનગુનિઆના કેસ છેલ્લા ૧પ વર્ષમાં સૌથી વધુ નોંધાયા છે. સામાન્ય માન્યતા મુજબ શ્રમજીવી અને ચાલી વસાહતોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધારે જાેવા મળે છે.

પરંતુ ર૦ર૧માં આ માન્યતા પણ ખોટી સાબિત થઈ છે તથા શહેરના ૪૮ પૈકી ર૦ કરતા વધુ વોર્ડમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિઆનો આતંક જાેવા મળી રહયો છે. લાંભા, વટવા, ઈસનપુર જેવા છેવાડાના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. તેવી જ રીતે ગોતા, બોડકદેવ, ચાંદલોડીયા જેવા પોશ વિસ્તારો અને ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા જેવા શ્રમજીવી વસાહતોના વિસ્તારો પણ ડેન્ગ્યુના સકંજામાં આવી ગયા હોવાની વિગતો બહાર આવી છે.

શહેરીજનો કોરોનાના આતંક બાદ ડેન્ગ્યુ, ચીકનગુનીઆ, ટાઈફોઈડ તેમજ કમળા જેવા જીવલેણ રોગ સામે ઝઝુમી રહયા છે. ર૦ર૧ના વર્ષમાં ૧૧ ડીસેમ્બર સુધી ડેન્ગ્યુના ૩૦૩૬ તથા ચીકનગુનીઆના ૧૬૭૭ કેસ કન્ફર્મ થયા છે. ડેન્ગ્યુ અને ચીકનગુનિઆનો આતંક તમામ વિસ્તારોમાં જાેવા મળી રહયો છે.

પરંતુ પુર્વ અને દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો જાેવા મળ્યો છે. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં રપ૩, વટવામાં ૧૪૧ તેમજ ઈસનપુરમાં ૧૧૧ કેસ ડેન્ગ્યુના કન્ફર્મ થયા છે.

મણીનગર વોર્ડમાં પણ ડેન્ગ્યુના ૧૦૧ કેસ નોંધાયા છે. તેવી જ રીતે પૂર્વઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં ડેન્ગ્યુના ૧પ૬, ગોમતીપુરમાં ૮પ, અમરાઈવાડીમાં ૯૮ તથા ભાઈપુરા વોર્ડમાં ડેન્ગ્યુના ૯૩ કેસ કન્ફર્મ થયા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવ, થલતેજ, ગોતા વોર્ડમાં પણ મચ્છરજન્ય રોગચાળાનો ફફડાટ જાેવા મળ્યો છે.

ચાંદલોડીયામાં ડેન્ગ્યુના ૮પ તથા ચીકનગુનિઆના ૬પ, બોડકદેવમાં ડેન્ગ્યુના ૭૭ તેમજ ચીકનગુનીઆના પ૩, ગોતામાં ડેન્ગ્યુના ૧૭૬ અને ચીકનગુનીઆના ૧૪ર જયારે થલતેજમાં અનુક્રમે ૭૦ અને ૧૪૧ કેસ નોધાયા છે આમ, નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનીઆનો એક સમાન આતંક જાેવા મળે છે.

સ્માર્ટસીટીમાં ચીકનગુનીઆના ૧૬૭૭ કેસ કન્ફર્મ થયા છે જે પૈકી ઉ.પ.ઝોનમાં ૪૦ર તથા દ.પ.ઝોનમાં ૧૯૯ કેસ નોંધાયા છે. આમ ચીકનગુનીઆના લગભગ ૩પ ટકા કેસ નવા ઝોનમાંથી બહાર આવ્યા છે. જયારે મધ્યઝોનમાં ચીકનગુનીઆના ૧૯૪, પશ્ચિમઝોનમાં ૩૦૯, ઉત્તરઝોનમાં રર૩ પૂર્વઝોનમાં ૧રપ અને દક્ષિણ ઝોનમાં રરપ કેસ ચીકનગુનીઆના બહાર આવ્યા છે જેની સામે પૂર્વ અને દક્ષિણઝોનમાં ડેન્ગ્યુનો આતંક વધારે જાેવા મળે છે.

પૂર્વઝોનમાં ડેન્ગ્યુના ૬૦૭, દક્ષિણઝોનમાં ૮૭૪, ઉ.પ.ઝોનમાં ૪૩૯, દ.પ.ઝોનમાં ૧૯ર, મધ્યઝોનમાં ર૧૮, પશ્ચિમ ઝોનમાં ૩પ૪ તેમજ ઉત્તરઝોનમાંથી ડેન્ગ્યુના ૩પર કેસ બહાર આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.