Western Times News

Gujarati News

ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ (પ્રતિનિધિ)કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્વિમ ઝોનના ગોતા વોર્ડમાં સીમ્સ રેલ્વે ઓવર બ્રીજના સાયન્સ સિટી તરફના ભાગ નીચે અંદાજિત રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત રમત ગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ થનાર ઇસ્કોનથી પકવાન આઇકોનિક રોડનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદના પેલેડિયમ મોલ પાસે થતા ટ્રાફિકના સોલ્યુશનનું પણ એક પ્રેઝન્ટેશન તજ્જ્ઞો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બન્ને પ્રેઝન્ટેશન નિહાળીને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને મહાનુભાવોએ પોતાનાં સૂચન આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન તથા સ્થાનિક આગેવાનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીએ છે કે, ગોતા વોર્ડમાં રૂ.૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત રમત ગમત સંકુલમાં ટેબલ ટેનિસ, બોક્સ ક્રિકેટ, બાસ્કેટબોલ, પિકલબોબ, વોલિબોલ, ઉપરાંત સ્નૂકર, ચેસ, લુડો, કેરમ સહિત વિવિધ ઇન્ડોર ગેમ્સ નગરજનોને રમવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.