ગોત્રી હોસ્પિટલમાંથી સાજા થયેલા વધુ 3 કોરોના પીડિતોને રજા આપવામાં આવી
ભગવાનની મહેરબાની પિરો મૂર્શિદના કરમ અને ગોત્રી હોસ્પિટલના તબીબોની સખ્ખત મહેનતના પરિણામે હું રોગ મુક્ત થયો છું: ડો. ફઈઝાન કુરેશી..
વડોદરા તા.૨૪ એપ્રિલ, ૨૦૨૦ (શુક્રવાર) જી.એમ. ઇ.આર.એસ.ગોત્રી ખાતેની કોરોના સારવાર માટેની ખાસ સુવિધા હેઠળ મળેલી નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે ની સારવાર થી સાજા થયેલા ડો. ફઈઝાન કુરેશી એ આજે આનંદિત હૈયે હોસ્પિટલમાં થી વિદાય લીધી હતી. એમણે ગદ ગદ આવજે જણાવ્યું કે ભગવાન ની મહેરબાની, પીરો મુર્શિદ ના કરમ અને ગોત્રી હોસ્પિટલના તબીબો અને સ્ટાફની સખ્ખત મહેનત રંગ લાવી છે અને સાજો થયો છું.
ગોત્રી હોસ્પિટલ ખાતેની ખાસ કોવીડ સારવાર સુવિધાના સમર્પિત તબીબો અને સહાયક સ્ટાફ માટે આજે જાણે કે આનંદનો અવસર હતો.આજે તેમના તબીબી જ્ઞાન,અનુભવ,કુશળતા અને નિષ્ઠાને લીધે કોરોના માં થી સંપૂર્ણ પણે મુક્ત થયેલા 3 દર્દીઓને સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભ સાથે ઘેર જવા માટે રજા આપવામાં આવી હતી અને જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરી આવતીકાલે વધુ એક દર્દીને રજા આપવામાં આવશે.સારવારને અંતે આ દર્દીઓના બે વાર રિપોર્ટ નેગેટિવ આવતા તેમને સાજા થયેલા જાહેર કરવામાં આવ્યા છે.
મને અહીં ખૂબ સારી સેવા મળી એવી સંતોષની લાગણી વ્યક્ત કરતા ડો. ફઈઝાન એ જણાવ્યું કે હું અહી આવ્યો તે દિવસની સરખામણીમાં આજે અહીંની પરિસ્થિતિમાં ખૂબ સુધાર આવ્યો છે.પાણી,ખોરાક અને સ્વચ્છતા ખૂબ સારી થઈ છે.ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મારા પ્રત્યે ખૂબ સૌજન્ય દાખવ્યું છે.હું સહુનો ખૂબ આભારી છું અને સહુને ધન્યવાદ આપુ છું.
આજે આ ડોકટર ઉપરાંત આલમ ખાન પઠાણ તથા અહમદ હુસૈન શેખને પણ સાજગી ના પ્રમાણપત્ર અને શુભકામનાઓ સાથે હોસ્પિટલમાં થી ઘર તરફ પ્રયાણ કરાવાયું હતું. આ તમામ દર્દીઓને સિનિયર અને અનુભવી તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ ડો.ચિરાગ રાઠોડ, ડો. રિકિન રાજ, ડો.વિરલ જાદવ, ડૉ. સપન, ડો.નીલમ અને ડો. મ્રિંમય ની ટીમે પેરા મેડીક અને સહાયક સ્ટાફની મદદ થી ખડેપગે સારવાર આપી રોગ મુક્ત કર્યા હતા.
ડો.નીલમ સયાજી હોસ્પિટલમાં હતા અને એક સપ્તાહ થી અહી સેવા આપી રહ્યા છે. એમણે જણાવ્યું કે આઇ.સી.યું.માં શ્વાસ ની તકલીફ અનુભવતા દર્દીને જોઈને લાગ્યું કે એમને સાજા કરવા એક પડકાર છે.પરંતુ રોગ સામે અમારું સમર્પણ અને નિષ્ઠાનો વિજય થયો છે.સિનિયર તબીબોના માર્ગદર્શન અને નર્સિંગ સ્ટાફ,સેવકોના પીઠબળ થી આ સહુને રોગ મુક્ત કર્યાનો અમને આનંદ છે.
અત્રે નોંધ લેવી ઘટે કે ગોત્રી હોસ્પિટલમાં માત્ર શહેરના નહિ પણ છોટા ઉદેપુર અને દાહોદના દર્દીઓને,2 બાળ દર્દીઓને,ડાયાબિટીસ અને કિડની ની સહ તકલીફો ધરાવતા દર્દીઓને કોરોના મુક્ત કરવામાં આવ્યા છે.અત્યાર સુધી બે બાળકીઓ સહિત 9 જેટલા દર્દીઓ રોગ મુક્ત થયાં છે.