ગોદરેજ ઇન્ટેરિયોએ મુંબઈમાં ભારતનું પ્રથમ હેલ્થકેર એક્સિપિરિયન્સ સેન્ટર લોંચ કર્યું
‘એલીવેટિંગ એક્સપિરિયન્સિસ, એનરિચિંગ લાઇવ્સ’ રિસર્ચ સ્ટડી જાહેર કર્યો, જેમાં નર્સોનાં હાલનાં પડકારોની ચર્ચા કરવામાં આવી છે, ત્યારે ભારતમાં હેલ્થકેર સેવાઓની ડિલિવરી વિશે જણાવવામાં આવ્યું છે
મુંબઈ, 26 ઓગસ્ટ, 2019: ઇન-હોમ અને ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ આજે એક ઉદ્દાત રિટેલ વિભાવના ‘ગોદરેજ ઇન્ટેરિયો હેલ્થકેર એક્સપેરિયન્સ સેન્ટર’ રજૂ કરી હતી. આ પ્રથમ પ્રકારનું કેન્દ્ર છે, જેમાં વ્યક્તિ હેલ્થકેર ઉદ્યોગ માટે ગોદરેજ ઇન્ટેરિયોનાં શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ અનુભવી શકે છે.
હેલ્થકેર અનુભવ કેન્દ્ર ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડનાં બોર્ડનાં ચેરમેન જમશેદ ગોદરેજ, ગોદરેજ ઇન્ટેરિયોનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ માથુરની સાથે એચઓએસએમએસીનાં ડાયરેક્ટર ડો. વિવેક દેસાઈ, મસિનાનાં સીઇઓ ડો. વિસ્પી જોખી, હિંદુજાનાં સીઇઓ શ્રી ગૌતમ ખન્ના, હાજરીમાં લોંચ થયું હતું. એમાં ગોદરેજ ઇન્ટેરિયોની ડિઝાઇન ફિલોસોફી દર્શાવવામાં આવી છે, જે માનવ-કેન્દ્રિત અભિગમ (તમામ હિતધારકોની સારસંભાળ લેનાર સ્પેસ/પ્રોડક્ટ્સ) અને એડેપ્ટિવ સ્પેસ સોલ્યુશન્સ પર આધારિત છે.
આ નવું સેન્ટર લોંચ કરવા પર ગોદરેજ એન્ડ બૉય્સનાં એમડી અને ચેરમેન જમશેદ ગોદરેજે કહ્યું હતું કે, “ગોદરેજ એન્ડ બૉય્સમાં અમારું અભિયાન હંમેશા દરેક જગ્યાએ દરેકનાં જીવનની ગુણવત્તાને વધારવાનું છે. ભારતીય હેલ્થકેર ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે, જે માટે એનાં કવરેજ, એની સેવાઓ તથા સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા ખર્ચમાં વધારો જેવા પરિબળો જવાબદાર છે.
જોકે એમાં ઉપચાર વાતાવરણનો અભાવ છે, જે દર્દીઓને સૌથી વધુ સુવિધા અને સલામતી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે ખર્ચનાં પડકારને ઝીલે છે. અમે ગોદરેજમાં ઉદ્યોગનાં વિશિષ્ટ પડકારોને ધ્યાનમાં રાખીને વિવિધ ઇનોવેશન પર કામ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ટૂંક સમયમાં અમે વિશ્વનો પ્રથમ બેડ લોંચ કરીશું, જે હોસ્પિટલનાં સંકુલોમાં મેન્યુઅલથી મોટરાઇઝમાં કન્વર્ટ થઈ શકશે. આ હોસ્પિટલોને પછીની તારીખે એ જ બેડ અપગ્રેડ કરવામાં મદદ કરશે. ગોદરેજ ઇન્ટેરિયો વિવિધ નવીનતાઓ દ્વારા હેલ્થકેર સુવિધાઓનો ગુણવત્તાયુક્ત અનુભવ વધારવા પ્રયાસ કરશે એ અમારાં માટે ગર્વની વાત છે.”
ગોદરેજ ઇન્ટેરિયોએ ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ માથુરે કહ્યું હતું કે, “હેલ્થકેર ભારતનું સૌથી મોટું ક્ષેત્ર છે – આવક અને રોજગારી એમ બંને દ્રષ્ટિએ, જે 16થી 17 ટકાનાં ચક્રવૃદ્ધિ વાર્ષિક દરે વધી રહ્યું છે. જોકે ભારતમાં હેલ્થકેર સુવિધાઓ બદલાતી જરૂરિયાતો સાથે ઘણી વાર અક્ષમ હોય છે.
ગોદરેજ ઇન્ટેરિયો હેલ્થકેર વ્યવસાય એવું વાતાવરણ ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઉપચારની પ્રક્રિયામાં દર્દીઓ અને એમનાં પરિવારોને ટેકો આપે છે. આ અર્ગોનોમિકલી ડિઝાઇન ઉપચાર વાતાવરણ તમામ હિતધારકોની કાર્યદક્ષતા, સંવેદના અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં દર્દીઓ, કેરગિવર્સ અને ડૉક્ટર્સ સામેલ છે. હેલ્થકેર અનુભવ કેન્દ્ર અમારી ડિઝાઇન ફિલોસોફીને દર્શાવે છે, જે દર્દી-ડૉક્ટર ઇન્ટરેક્શન માટે માનવકેન્દ્રિત અભિગમ અપનાવવા અને એડેપ્ટિવ સ્પેસ સોલ્યુશન્સ પર આધારિત છે.”
આ પ્રસંગે ગોદરેજ ઇન્ટેરિયોએ હેલ્થકેર ઉદ્યોગ પર એનો પ્રથમ સર્વે ‘એલીવેટિંગ એક્સપિરિયન્સીસ, એનરિચિંગ લાઇવ્સ’ પણ જાહેર કર્યો હતો. જ્યારે સર્વે સ્ટાફને તાલીમ આપવાનાં હાલનાં પડકારો વિશે જાણકારી આપી છે, ત્યારે ભારતમાં હેલ્થકેર સેવાઓની ડિલિવરી પર પ્રકાશ ફેંકે છે.
અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, 90 ટકા નર્સો કેટલીક મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાની ફરિયાદ કરે છે. એક વ્યવસાય તરીકે નર્સિંગ માટે નર્સો ઊભા રહીને કામ કરે એ જરૂરી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, 88 ટકા નર્સો મહિનામાં ઓછામાં ઓછો બેથી ત્રણ વાર ઓવરટાઇમ કરવાની સાથે દિવસમાં 8થી 10 કલાક કામ કરે છે (35 ટકા નર્સો મહિનામાં ત્રણ વારથી વધારે ઓવર ટાઇમ કરે છે). 74 ટકા નર્સો દિવસમાં 4થી 6 કલાક સુધી ટટ્ટાર ઊભી રહે છે, જેથી તેમનાં નીચેનાં અંગો પર તણાવ પેદા થઈ શકે છે. આ કામકાજનાં લાંબા કલાકો, ઓવરટાઇમ અને વર્ક ઓવરલોડ તેમની શારીરિક અને માનસિક સુખાકારી પર અસર કરવામાં પ્રદાન કરે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે, તબીબી ખામીઓ માટે મુખ્ય જવાબદાર પરિબળોમાં એક પરિબળ વર્કફોર્સને લાગતો થાક છે.
ગોદરેજ ઇન્ટેરિયો હેલ્થકેર સ્પેસમાં તમામ હિતધારકો સાથે સલામત, કાર્યદક્ષ અને સંવેદનાત્મક સ્પેસ ઊભી કરવા માટે વિવિધ સોલ્યુશન્સ ઓફર કરે છે, જેમાં દર્દીઓ અને તેમનાં સગાસંબંધીઓ, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર્સ સામેલ છે.