ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો ઉદ્દેશ 2026 સુધી કાર્બન ન્યૂટ્રાલિટી, વોટર ન્યૂટ્રાલિટી અને જમીન પૂરવા ઝીરો વેસ્ટ હાંસલ કરવાનો
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો વાલિયા પ્લાન્ટ ગ્રીનકો પ્લેટિનમ રેટિંગ હાંસલ કરનાર પ્રથમ ભારતીય રસાયણ ઉત્પાદક પ્લાન્ટ બન્યો
મુંબઈ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કેમિકલ્સ)એ ‘ગ્રીનકો પ્લેટિનમ’ રેટિંગ હાંસલ કરનારી દેશમાં પ્રથમ રસાયણ ઉત્પાદક કંપની બનીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ એવોર્ડ સીઆઇઆઇ-સાહરાબજી ગોદરેજ ગ્રીન બિઝનેસ સેન્ટર (સીઆઇઆઇ-ગોદરેજ સીબીસી)એ ગ્રીનકો (ગ્રીન કંપની રેટિંગ સિસ્ટમ) અંતર્ગત વાલિયા (ગુજરાત)માં કંપનીની ઉત્પાદન સ્થળ માટે આપ્યો હતો.
ગ્રીનકો રેટિંગ સિસ્ટમમાં દેશમાં પર્યાવરણનું સંરક્ષણ કરવાનું અભિયાન ઊભું કરવાની કલ્પના કરવામાં આવી છે. આ રેટિંગના મુખ્ય માપદંડો છે – ઊર્જાદક્ષતા, જળ સંરક્ષણ, ઉત્પાદન નેતૃત્વ અને જીવનચક્ર આકારણી, નવીનતા, કચરાનું વ્યવસ્થાપન, ગ્રીન સપ્લાય ચેઇન,
સામગ્રીનું સંરક્ષણ અને રિસાઇકલિંગ, ગ્રીન માળખું અને ઇકોલોજિકલ, પુનઃપ્રાપ્ય ઊર્જા, જીએચજી ઉત્સર્જન. આ કંપનીની કામગીરીની પર્યાવરણ પર અસરનું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરે છે તથા સાઇટની આકારણી પછી દરેક માપદંડ માટે રેટિંગ આપવામાં આવે છે.
ગોદરેજ ‘ગૂડ એન્ડ ગ્રીન’ ઉદ્દેશોને સુસંગત રીતે છેલ્લાં 10 વર્ષમાં સુવિધાએ ઊર્જાના ઉપભોગમાં 26 ટકા સુધીનો, પાણીના વપરાશમાં 30 ટકા સુધીનો અને ચોક્કસ ગ્રીનહાઉસ વાયુ (જીએચજી)ના ઉત્સર્જનમાં 46 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ જ ગાળામાં એના વરાળના ઉત્પાદન માટે અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભતા પણ 90 ટકાથી વધારે ઘટી છે.
અત્યારે સુવિધામાં 48 ટકા ઊર્જાનો ઉપયોગ પુનઃપ્રાપ્ય સંસાધનોમાંથી થાય છે. હવે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો ઉદ્દેશ વર્ષ 2026 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી, વોટર ન્યૂટ્રાલિટી અને જમીન ભરવા ઝીરો વેસ્ટનો છે.
આ પુરસ્કાર પર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રેસિડન્ટ (કેમિકલ્સ) નીતિન નાબારે કહ્યું હતું કે, “આ પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિની દિશામાં અમારી કામગીરીમાં હરણફાળ છે. આ ટીમના સમર્પણ અને મહેનતનું પરિણામ છે. અમે પ્રોસેસ રીએન્જિનીયરિંગ, ઇનોવેશન,
ગ્રીન કેમિસ્ટ્રી અને ક્લીન ટેકનોલોજી દ્વારા ફરતાં અર્થતંત્રના ઉદ્દેશો હાંસલ કરવા અમારા સતત પ્રયાસો જાળવી રાખીશું. અમે અમારા સપ્લાયર્સને પર્યાવરણને અનુકૂળ ખરીદીની નીતિને અપનાવવા અને તેમની કામગીરીમાં ઇએસજી કામગીરી વધારવાની અપીલ કરીએ છીએ, જેથી સતત વૃદ્ધિ હાંસલ કરવાના સંયુક્ત લાંબા ગાળાના ઉદ્દેશને પાર પાડી શકાય.”
સીઆઇઆઇ ગોદરેજ જીબીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કે એસ વેંકટગિરીએ ઉમેર્યું હતું કે, “વાલિયામાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સતત પ્રયાસોએ તેમને ગ્રીનકો પ્લેટિનમ સર્ટિફિકેશન અપાવ્યું છે. પુનઃપ્રાપ્ય ઊર્જાથી લઈને નવી ટેકનોલોજીની સ્થાપના સુધી સંપૂર્ણ કામગીરી સાથે ગોદરેજ ગ્રૂપ સાથે જીઆઇએલ વાલિયાનો ઉદ્દેશ વર્ષ 2026 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી, વોટર ન્યૂટ્રાલિટી અને જમીન ભરવા ઝીરો વેસ્ટ હાંસલ કરવાનો છે. અમને એકવાર ફરી ગ્રીનકો સમુદાયમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાલિયાને આવકારવાની ખુશી છે.”