ગોદરેજ એન્ડ બૉય્સ અને CII-IGBC ભારતમાં ગ્રીન બિલ્ડિંગ અભિયાનમાં મોખરે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Hyderabad1-1024x756.jpg)
CII-IGBC અને ગોદરેજ એન્ડ બૉય્સે બિલ્ડિંગ્સ એન્ડ બિલ્ટ વાતાવરણ માટે આઇજીબીસી નેટ ઝીરો વેસ્ટ રેટિંગ સિસ્ટમની જાહેરાત કરી
જીએન્ડબીના વરિષ્ઠ લીડર્સને પ્રતિષ્ઠિત આઇજીબીસી ફેલો એવોર્ડ 2021 એનાયત થયો
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સ અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ – ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ (સીઆઇઆઇ-આઇજીબીસી) વર્ષ 2004થી અત્યાર સુધી ભારતમાં ગ્રીન બિલ્ડિંગ મૂવમેન્ટમાં અગ્રણી છે. સંયુક્તપણે તેમણે હૈદરાબાદમાં ભારતનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સીઆઇઆઇ-સોહરાબજી ગોદરેજ ગ્રીન બિઝનેસ સેન્ટર (સીઆઇઆઈ-ગોદરેજ જીબીસી)નું નિર્માણ કર્યું હતું અને સ્થાપિત કર્યું હતું, જે દુનિયામાં સૌથી ગ્રીન બિલ્ડિંગ છે.
ગોદરેજ એન્ડ બૉય્સ સાથે સીઆઇઆઇ-આઇજીબીસીએ બિલ્ડિંગ્સ અને બિલ્ટ એન્વાયરોન્મેન્ટ માટે આઇજીબીસી નેટ ઝીરો વેસ્ટ રેટિંગ સિસ્ટમની જાહેરાત પણ કરી છે. આ વેસ્ટ મેનેજમેન્ટ પર રાષ્ટ્રીય માપદંડ માટે સક્ષમ બનાવશે તથા વિશ્વ કક્ષાની રેફરન્સ ગાઇડ ‘નેટ ઝીરો વેસ્ટ’ ઊભી કરવા સક્ષમ બનાવશે તેમજ દેશમાં ઝીરો વેસ્ટ મૂવમેન્ટને આગળ વધારશે.
છેલ્લાં 10 વર્ષથી ગોદરેજ એન્ડ બૉય્સે લોકો, પૃથ્વી અને નફા પર સકારાત્મક અસર ઊભી કરવા કેન્દ્રિત ઇએસજી પહેલો માટે રૂ. 500 કરોડથી વધારેનું રોકાણ કર્યું છે. પોતાની ઇએસજી પહેલોને જાળવી રાખવા તેઓ વાર્ષિક ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસમાં પ્રીમિયર સપોર્ટર્સ તરીકે નિયમિતપણે સામેલ થાય છે,
જેનો આશય વિવિધ વ્યવસાયો એટલે કે ગોદરેજ ઇન્ટેરિયો (ગ્રીનકો રેટેડ ફર્નિચર સોલ્યુશન્સ), ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગ (ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ્સ), ગોદરેજ એપ્લાયન્સિસ (ઊર્જાદક્ષ ઉપકરણો), ગોદરેજ કન્સ્ટ્રક્શન (રિસાયકલ કરેલી કોન્ક્રીટની સામગ્રી) તથા ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એલઓબીની ગ્રીન કન્સલ્ટિંગ એન્ડ એનર્જી મેનેજમેન્ટ તથા એમઇપી (ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ) દ્વારા સસ્ટેઇનેબ્લ ગ્રીન બિલ્ડિંગ્સ અને માળખાને આગળ વધારવાનો છે.
ગોદરેજ કન્સ્ટ્રક્શન એના નિર્માણસ્થળો પર કચરો ઘટાડવાના આશય સાથે કાર્યસંસ્કૃતિમાં પરિવર્તન લાવવા ઇન્સ્ટિટ્યૂટ ફોર લીન કન્સ્ટ્રક્શન એક્સલન્સ (આઇઆઇસીઇ)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્ય અને સીનયિર વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હબેડ અનુપ મેથ્યૂની લીડરશિપ હેઠળ લીન ફિલોસોફીને આગળ વધારે છે.
પોતાના 25 વર્ષથી વધારેના પ્રદાન સાથે તેમને તાજેતરમાં ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ મૂવમેન્ટમાં પ્રચૂર પ્રદાન કરવા બદલ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી)એ ‘આઇજીબીસી ફેલો એવોર્ડ 2021’ એનાયત થયો હતો. અનૂપ મેથ્યૂના માર્ગદર્શન હેઠળ સીઆઇઆઇ-આઇજીબીસીએ બિલ્ડિંગ્સ અને બિલ્ટ વાતાવરણ માટે આઇજીબીસી નેટ ઝીરો વેસ્ટ રેટિંગ સિસ્ટમ પણ વિકસાવી છે. ગોદરેજ ગ્રીન કન્સલ્ટિંગ એન્ડ એનર્જી મેનેજમેન્ટમાંથી શશી રેને પણ તેમના 15 વર્ષથી વધારે ગાળા માટે ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પ્રદાન કરવા બદલ આઇજીબીસી ગ્રીન ફેલો એવોર્ડ એનાયત થયો હતો.
ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા આઇજીબીસી ફેલો એવોર્ડ મળવા પર ગોદરેજ કન્સ્ટ્રક્શનના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ અનુપ મેથ્યૂએ કહ્યું હતું કે, “મને પ્રતિષ્ઠિત આઇજીબીસી ફેલો એવોર્ડ એનાયત કરવા બદલ આઇજીબીસીએ પસંદ કરીને સન્માન આપ્યું છે, જેની મને ખુશી છે.
હું મારી ટીમના સભ્યો અને અમારા બિઝનેસ પાર્ટનર્સનો મને વિવિધ વ્યવસાયિક પ્રયાસોમાં સાથસહકાર આપવા બપદલ આભાર માનું છું. આ એવોર્ડ અમારી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની પહેલોને ટેકો આપવા તેમના તમામ પ્રયાસનું પરિણામ છે, જે જીએન્ડબીમાં અમારા હાર્દરૂપ મૂલ્યોને સુસંગત છે. હું ગોદરેજ એન્ડ બૉય્સના ગૂડ એન્ડ ગ્રીન પહેલોને તથા સીઆઇઆઇ-આઇજીબીસીની અન્ય વિવિધ પહેલોને ટેકો આપવા આતુર છું, જેનાથી અમને સંયુક્તપણે વધારે સસ્ટેઇનેબલ ભવિષ્ય ઊભું કરવામાં મદદ મળશે.”
ગોદરેજ એન્ડ બૉય્સ સીઆઇઆઇની સાથે ભારતમાં ગ્રીન બિલ્ડિંગ અભિયાનમાં મોખરે છે. ગોદરેજ કન્સ્ટ્રક્શન દ્વારા નવા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ સિદ્ધાંતો મુજબ ડિઝાઇન કરવામાં આવ્યાં છે અને વિકસાવવામાં આવ્યાં છે. બિલ્ડિંગોને વધારે સસ્ટેઇનેબલ બનાવવાની પોતાની સફરમાં તથા પર્યાવરણને પરત કરવાના પ્રયાસ સ્વરૂપે કંપનીએ ગ્રીન કન્સલ્ટિંગમાં 500થી વધારે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.
આ રીતે તેમણે 300 મિલિયન ચોરસ ફીટથી વધારે ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે, જે બદલ તેમને 300થી વધારે પ્રોજેક્ટ માટે પ્લેટિનમ અને ગોલ્ડ સર્ટિફિકેશન મળ્યાં છે.