ગોદરેજ એન્ડ બોય્સે 1,000 કરોડથી વધુના ઓર્ડર્સ મેળવીને ભારતની ઊર્જા સંક્રમણ પહેલમાં પ્રદાન કર્યું
મુંબઈ, ગોદરેજ એન્ડ બોય્સના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સે તેમના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ માટે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,000 કરોડથી વધુના ઓર્ડર્સ મેળવ્યાની જાહેરાત કરી છે. આ ઓર્ડર્સ 765kV ક્ષમતા સુધીના કેટલાક પ્રોજેક્ટ્સ સાથે સમગ્ર ભારતમાં એર ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર (એઆઈએસ) અને ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર (જીઆઈએસ) બંને સબસ્ટેશન્સનો મુખ્યત્વે સમાવેશ કરે છે.
આ દરેક પ્રોજેક્ટ મૂલ્યમાં રૂ. 100 કરોડથી રૂ. 400 કરોડનો છે. પીઆઈઆરઈએ પાવર ટ્રાન્સમિશન, રેલવે અને સોલર પ્રોજેક્ટ્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે જે વિકસિત રાષ્ટ્રના સરકારના વિઝન સાથે સરળતાથી મેળ ખાય છે. આ પ્રોજેક્ટ્સ બિઝનેસ માટે વિકાસ અને વિસ્તરણની મજબૂત યાત્રા રજૂ કરે છે અને દર્શાવે છે કે કેવી રીતે ગોદરેજ એન્ડ બોય્સે ટકાઉ ઊર્જા માટે ભારતની સફરને આગળ લઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ જણાવ્યું હતું કે “અમે તાજેતરમાં મેળવેલા ઓર્ડર્સથી ખુશ છીએ જે 400kVથી વધુના સેગમેન્ટમાં અમારી હાજરીને વધુ મજબૂત કરે છે અને ઉત્કૃષ્ટતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે અદ્વિતીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. ખાવડામાં અમલીકરણ માટેનો અમારો પ્રથમ 765kV જીઆઈએસ ઓર્ડર મેળવવો તે અમારા માટે વધુ એક મહત્વનું સીમાચિહ્ન છે
જે ટેક્નોલોજીકલ પ્રગતિની સીમાઓ ઓળંગવા માટેના અમારા સમર્પણનું ઉદાહરણ રજૂ કરે છે. ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગિગાવોટ બિન-અશ્મિકૃત ઇંધણ આધારિત ઊર્જામાં COP26ના સંક્રમણનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે જે રિન્યૂએબલ એનર્જીમાં વિશ્વની સૌથી મોટી વિસ્તરણ યોજનાઓ પૈકીની એક છે.
રિન્યૂએબલ એનર્જી ઇવેક્યુએશનને લગતા નાણાંકીય વર્ષ 2024માં મેળવેલા અમારા મોટાભાગના ઓર્ડર્સ અમારી ઇન્ડસ્ટ્રી લીડરશિપ જ નથી દર્શાવતી, પરંતુ દેશની પ્રતિબદ્ધતા સાથે પણ પડઘો પાડે છે જે વધુ હરિયાળા અને વધુ સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અમારા સહિયારા વિઝનને દર્શાવે છે.”
આ સબસ્ટેશન્સ હાલના ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા વધારવામાં, સરળ ઇન્ટિગ્રેશન અને રિન્યૂએબલ એનર્જી સંસાધનોને ખાલી કરાવવામાં ભૂમિકા ભજવે છે. ગ્રીડ નેટવર્કને વધારીને ગોદરેજ એન્ડ બોય્સ રાષ્ટ્રના ઊર્જા લક્ષ્યાંકોમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે જે ઉદ્યોગો તથા સમુદાયો માટે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરે છે. બિઝનેસ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં તેની હાજરી વિસ્તારી રહ્યો છે ત્યારે ભવિષ્યના મોટાભાગના ઓર્ડર્સ રિન્યૂએબલ એનર્જી ઇવેક્યુએશન અંગેના જ હોવાનો અંદાજ છે.
ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર્સ (જીઆઈએસ), સબસ્ટેશન ઓટોમેશન સિસ્ટમ્સ (એસએએસ), એસસીએડીએ, આરટીયુ અને ડિજિટલ સબસ્ટેશન્સ જેવી અત્યાધુનિક ટેક્નોલોજી લાગુ કરીને બિઝનેસ ટકાઉપણા અને પર્યાવરણીય સંચાલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં અડગ રહે છે. વિવિધ સબસ્ટેશન પ્રોજેક્ટ્સનો અમલ કરીને બિઝનેસ દેશના આર્થિક વિકાસને આગળ વધારવામાં તથા રિન્યૂએબલ ઊર્જાની એક્સેસ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.