Western Times News

Gujarati News

ગોદરેજ એરોસ્પેસે સંચાર ઉપગ્રહ CMS-01 લોંચ કરવા ઇસરો સાથે PSLVના 42મા અભિયાનમાં ભાગીદારી કરી

મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સએ જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ ગોદરેજ એરોસ્પેસએ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા સાથે ભાગીદારીમાં PSLV-C50નો ઉપયોગ કરીને સંચાર ઉપગ્રહ CMS-01ને સફળતાપૂર્વક લોંચ કર્યો છે. PSLVનું 52માં મિશન CMS-01ને સતિષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR, શ્રીહરિકોટામાંથી લોંચ કરવામાં આવ્યું હતું.

CMS-01 એ ભારતનો 42મો સંચાર ઉપગ્રહ છે અને એણે GSAT 12Rનું સ્થાન લીધું છે, જે વર્ષ 2011માં લોંચ થયો હતો. CMS-01 સંચાર ઉપગ્રહ છે, જેનો ઉદ્દેશ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમના એક્ષ્ટેન્ડેડ-સી બેન્ડમાં સેવા પ્રદાન કરવાનો છે. એક્ષ્ટેન્ડેડ-સી બેન્ડના કવરેજમાં ભારતનો મુખ્ય ભૌગોલિક વિસ્તાર, આંદમાન અને નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ સામેલ હશે. ગોદરેજ એરોસ્પેસએ રોકેટ અને સેટેલાઇટ થ્રસ્ટર્સના બીજા તબક્કા માટે વેગ આપવા ઉપયોગ થયેલા વિકાસ કન્ટૂર એન્જિન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ અંગે ગોદરેજ એરોસ્પેસના ઇવીપી અને બિઝનેસ હેડ સુરેન્દ્ર એમ વૈદ્યએ કહ્યું હતું કે, “અમને ઇસરો સાથે વધુ એક સફળ લોંચમાં સહભાગી થવાનો ગર્વ છે. અમને વિકાસ કન્ટૂર એન્જિન અને સેટેલાઇટ થ્રસ્ટર્સનું નિર્માણ કરવા પર ગર્વ છે અને આ લોંચમાં પ્રદાન કરવાની ખુશી છે. ગોદરેજમાં અમે ભારતના અંતરિક્ષ કાર્યક્રમો માટે સ્વદેશી ઉત્પાદનને વેગ આપવા પ્રતિબદ્ધ છીએ, જે આંતરરાષ્ટ્રીય સતરે ભારતની ટેકનોલોજીકલ કુશળતાને પ્રોત્સાહન આપવામાં ચાવીરૂપ છે. અમે ઇસરોના ભવિષ્યના કાર્યક્રમોમાં અમારી ભાગીદારી વધારવા આતુર છીએ.”

ગોદરેજ એરોસ્પેસ PSLV અને GSLV રોકેટ માટે લિક્વિડ પ્રોપલ્સન, સેટેલાઇટ માટે થ્રસ્ટર્સ અને એન્ટેના સિસ્ટમ જેવી જટિલ સિસ્ટમનું ઉત્પાદન કરવા 30 વર્ષથી વધારે સમયથી ખભેખભો મિલાવીને કામ કરે છે. ગોદરેજ એરોસ્પેસએ ચંદ્ર અને મંગળ માટેના અભિયાન અનુક્રમે ચંદ્રાયાન અને મંગલયાનમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.