ગોદરેજ એર પાવર પોકેટ 30 દિવસ સુધી બાથરૂમને ફ્રેશ સુગંધ આપશે
ગોદરેજ એરએ અત્યાધુનિક પાવર જેલ ટેકનોલોજી અને ફ્રેગ્રન્સીસના ફ્રેશ સેટ સાથે ગોદરેજ એર પાવર પોકેટ પ્રસ્તુત કર્યું
મુંબઈ, ભારતની અગ્રણી હોમ, કાર અને બાથરૂમ ફ્રેગ્રન્સ બ્રાન્ડ ગોદરેજ એરએ પાવર-પેક બાથરૂમ ફ્રેગ્રન્સ રેન્જ ગોદરેજ એર પાવર પોકેટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે એના હાલના એર પોકેટ રેન્જનું સ્થાન લેશે. નવા લોંચ થયેલા પાવર પોકેટ ફ્રેગ્રન્સીસના સંપૂર્ણપણે નવા સેટ છે, જે 30 દિવસ સુધી બાથરૂમને ફ્રેશ સુગંધ આપશે. ગોદરેજ એર પાવર પોકેટ અત્યાધુનિક પાવર જેલ ટેકનોલોજી સાથે આવશે, જે પાવર-પેક અને લાંબો સમય ચાલતી ફ્રેગ્રન્સ આપશે. નવા પ્રસ્તુત થયેલા ફ્રેગ્રન્સના વિકલ્પો છે – સી બ્રીઝ, ફ્રેશ બ્લસ્સૂમ, બેરી રશ, લવેન્ડર બ્લૂમ અને ફ્લોરલ ડિલાઇટ.
ગોદરેજ એરએ વર્ષ 2016માં ગેમ-ચેન્જિંગગ ગોદરેજ એર પ્રસ્તુત કર્યું હતું, જેણે બજારમાં નવી પ્રોડક્ટ કેટેગરી ઊભી કરી છે, જે બાથરૂમ માટે પ્રીમિયમ ફ્રેગ્રન્સ ઓફર કરે છે. આ ગોદરેજ એર માટે સૌથી સફળ ઉત્પાદનો પૈકીનું એક છે. હવે બ્રાન્ડે એર પાવર પોકેટ સ્વરૂપે મજબૂત, વધારે પાવરફૂલ અને લાંબો સમય ચાલતી વિવિધ નવી ફ્રેગ્રન્સ પ્રસ્તુત કરાવ રિઇનોવેશન કર્યું છે. આ વિશિષ્ટ પાવર જેલ ટેકનોલોજી 30 દિવસ સુધી ફ્રેગ્રન્સ બાથરૂમના દરેક ખૂણા સુથી પહોંચે એ સુનિશ્ચિત કરશે.
આ લોંચ પર ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના ભારત અને સાર્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “ગોદરેજ એર પોકેટ વર્ષ 2016માં પ્રસ્તુત થયું પછી બાથરૂમ ફ્રેગ્રન્સીસની કેટેગરી નવેસરથી પરિભાષિત થઈ છે.
ઇનોવેશન પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને બ્રાન્ડ લેટેસ્ટ ટેકનોલોજી સાથે વાજબી કિંમતે ઉપભોક્તાઓને શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. ગોદરેજનું નવ એર પાવર પોકેટ કેટેગરીમાં પરિવર્તનકારક પ્રોડક્ટ છે, જે આધુનિક પાવર જેલ ટેકનોલોજી ઓફર કરે છે. અમે 5 નવા રોમાંચક ફ્રેગ્રન્સ વિકલ્પો પણ ઓફર કરીએ છીએ, જે ઉપભોક્તાઓને એમાંથી કોઈ પણ પસંદ કરવા સક્ષમ બનાવે છે.”
જ્યારે પાવર પોકેટ રેન્જ હાલના એર પોકેટનું સ્થાન લેશે, ત્યારે કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય. ગોદરેજ એર પાવર પેકેટ (કોઈ પણ વેરિઅન્ટ)નું સિંગલ યુનિટ રૂ. 55માં ઉપલબ્ધ છે.
પાવર પેકેટના સિંગલ યુનિટ ઉપરાંત બ્રાન્ડ રૂ. 165માં 3 પાવર પેકેટ ફ્રેગ્રન્સનું કોમ્બો પેક (3 યુનિટ સહિત) અને રૂ. 275માં 5નું કોમ્બે પેક (5 યુનિટ સાથે) પણ ઓફર કરે છે. નવું એર પાવર પોકેટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સની સાથે તમામ જનરલ અને આધુનિક ટ્રેડમાં ઉપલબ્ધ છે. ગોદરેજ એરએ પાવર પોકેટનાં લોંચને ટેકો આપવા નવી ટીવીસી સહિત માસ મીડિયા અભિયાન પણ શરૂ કર્યું છે.