ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે કોવિડ-19 સામે 4000થી વધારે કર્મચારીઓને વીમાકવચ પ્રદાન કર્યું
મુંબઈ, કોવિડ-19 સામે ભાગીદારોને સક્ષમ બનાવવાના પ્રયાસો ચાલુ રાખવા વિકાસશીલ બજારોમાં કાર્યરત અગ્રણી કંપની ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે ભારતમાં પુરવઠા અને વિતરણ સાંકળના ભાગરૂપે 4000થી વધારે વર્કફોર્સને વીમાકવચની સુવિધા આપી છે. ચેનલ પાર્ટનર્સના પેરોલ્સ કે તેમના દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કર્મચારીઓને મેડિકલ ઇન્સ્યોરન્સ કવચ પૂરું પાડવાથી જીસીપીએલ માટે વ્યાવસાયિક કામગીરીની સરળતા સુનિશ્ચિત થશે. મેડિકલ હોસ્પિટલાઇઝેશન કે કોવિડ-19ની સારવાર માટે દરેક કર્મચારીને રૂ. 50,000 સુધીની સારવાર કે તબીબી ખર્ચાનું રિઇમ્બર્સમેન્ટ મેળવવાનો અધિકાર છે.
આ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને વીમાકવચ પ્રદાન કરવા કોઈ પણ કોર્પોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉદ્યોગમાં પ્રથમ અને પથપ્રદર્શક પહેલ છે. ડિજિટ ઇલનેસ ગ્રૂપ વીમા પોલિસી હેઠળ મેડિકલ વીમો ગો ડિજિટલ જનરલ ઇન્સ્યોરન્સ પ્રદાન કરે છે, જે વીમાને સરળ બનાવવાના અભિયાન સાથે કાર્યરત અદ્યતન વીમાકંપની છે. મેડિકલ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવેલા 4000થી વધારે વ્યક્તિઓ કોન્ટ્રાક્ટ લેબર, ડિલિવરી ટીમો, કેરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટો, લોડર્સ અને અનલોડર્સ તથા ડ્રાઇવરો સહિત લોજિસ્ટિક ટીમો સામેલ છે. આ જીસીપીએલના 2675 કાયમી કર્મચારીઓ ઉપરાંતની વર્કફોર્સ છે, જેમને મેડિકલ ફાયદા
મળે છે.
કંપનીના આ પગલાં વિશે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનાં ભારત અને સાર્કના સીઇઓ સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “કોવિડ-19 ભારતમાં જાહેર સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ધરાવે છે. કાયમી, કોન્ટ્રાક્ટ પર કે થર્ડ-પાર્ટી વર્કફોર્સ હોય, જીસીપીએલએ આ તમામ એક્ષ્ટેન્ડેડ વર્કફોર્સ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી છે. અમે તેમના પ્રયાસોનું મૂલ્ય સમજીએ છીએ અને તેમની સલામતી અમારા માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. એટલે અમે 4000થી વધારે વર્કફોર્સને વીમો આપવાની આ પહેલ હાથ ધરી છે, જેઓ અમારી સપ્લાય અને વિતરણ સાંકળનો આધાર છે. અમે અમારા ઓપરેટિંગ લોકેશનોમાં વિસ્તૃત હેલ્થ અને સેફ્ટી મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરી છે. સક્રિય અને નિવારણાત્મક વર્તણૂકની કાર્યશૈલી દ્વારા અમે વર્તમાન જરૂરિયાતો અને અમારા વર્કફોર્સની જરૂરિયાતોને અનુરૂપ એને જાળવવા અમારી પોલિસીની સતત સમીક્ષા કરીશું.”
ડિજિટ ઇન્સ્યોરન્સનાં ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓપિસર જસ્લીન કોહલીએ કહ્યું હતું કે, “ડિજિટમાં અમારું મિશન વીમાને સરળ કરવાનું અને લોકોને ખરેખર ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવવાનું છે. દુનિયાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ-19 માટે કવચ પૂરું પાડવું હાલની જરૂરિયાત હતી અને અમને ખુશી છે કે, ગોદરેજે તેમના કર્મચારીઓ માટે અમારી સાથે આ વિઝન વહેંચ્યું છે. પ્રોડક્ટમાં કોવિડ-19 પોઝિટિવ દર્દી માટે આઇસીયુ રેન્ટ અને રૂમ રેન્ટ સહિત હોસ્પિટલાઇઝેશનનાં ખર્ચની સાથે પ્રી/પોસ્ટ હોસ્પિટલાઇઝેશન અને એમ્બ્યુલન્સ ચાર્જને આવરી લે છે. એની પાછળનો વિચાર વીમાને એક માધ્યમ તરીકે સરળ બનાવવીને શક્ય એટલી શ્રેષ્ઠ રીતે આ અનપેક્ષિત સમયમાં કર્મચારીઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે. ઉપરાંત અમારી દાવાની સંપૂર્ણ પ્રક્રિયા ‘ઝીરો-ટચ’ છે, જેની અત્યારે જરૂર છે, કારણ કે અમે દાવાના ફોર્મને બદલે ઓડિયો ક્લેઇમ, પુરાવા માટે હાર્ડ કોપીઓને બદલે સોફ્ટ-કોપીઓ અને 24*7ઓનલાઇન કસ્ટમર કેર સહાય પ્રદાન કરીએ છીએ.”
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હંમેશા જીવન અને આજીવિકા એમ બંને પ્રત્યે પ્રતિબદ્ધતા જાળવી છે. એના ઉત્પાદન એકમો કાર્યરત હોવાથી કંપનીએ સુનિશ્ચિત કર્યું છે કે, કર્મચારીઓ સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. કારખાનાનાં કર્મચારીઓને સેનિટાઇઝર્સની સાથે ફેસ માસ્ક આપવામાં આવે છે, એમની શિફ્ટ જુદી જુદી હોય છે અને તેમનું થર્મલ સ્ક્રીનિંગ થાય છે.
જીસીપીએલએ એની ફેક્ટરી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ડેઇલી કોવિડ-19 એલાવન્સ નક્કી કર્યું છે. ચોખા, લોટ, કઠોળ, તેલ,સ મીઠું અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ ધરાવતું એક મહિનાનું ફૂડ પેકેજ પણ તેમને આપવામાં આવ્યું છે. જીસીપીએલએ કોન્ટ્રાક્ટ વર્કર્સનાં પગારમાં કાપ મૂક્યો નથી અને આ પોલિસી જળવાઈ રહે એ માટે કોન્ટ્રાક્ટરો સાથે કામ કરે છે.