Western Times News

Gujarati News

ગોદરેજ ગાર્ડન સીટી તરફ જતા ડીસ્કો રોડથી પ્રજા પરેશાન

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદમાં ભુવાઓનું સામ્રાજ્ય નવાઇની વાત નથી. ચોમાસા પહેલા ભુવા પડે છે તેને રીપેર કરવા સમય લાગે છે અને રૂપિયા અઢળક ખર્યા છે. છતાં સ્થિતિ દર વર્ષે એવી જ જાેવા મળે છે. પરંતુ અમદાવાદના રસ્તાઓને લઇને સારા સમાચાર નથી. વરસાદ પડતા જ રસ્તાઓ ઉબડ-ખાબડ થઇ જાય છે શહેરના પશ્ચિમ – નવા પશ્ચિમ સહિતના વિસ્તારોમાં ચોમાસાના સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તૂટી જાય છે નાના-મોટા અનેક ખાડા પડે છે ગોદરેજ ગાર્ડન સીટી વાળા ક્રોસિંગ તરફ જતા માર્ગ પર ખાડા પડી ગયા છે.

તો એસ.જી. હાઉવે પર કોઇપણ જગ્યાએ ખાબોચિયા જતા પાણી ભાઇ જાય છે. પાછલા ઘણાવર્ષોથી સરકારે રસ્તાઓની કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. જેને કારણે રસ્તાઓની હાલત અગાઉના વર્ષો કરતા સારી જાેવા મળતી હતી. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે. જાેકે આ પ્રકારની છૂટક ફરીયાદો હોઇ શકે છે. ખાસ તો વરસાદ પડે ત્યારે કોંક્રિટનો જે રોડ બનાવ્યો હોય છે તેનું ઉપરનું સ્તર નીકળી જાય છે. પરિણામે નાના નાના ખાડા પડી જતા હોવાનું નજરે પડ્યુ છે. ડીસ્કો રસ્તા ભૂતકાળ બની ગયા હોવા છતાં પૂરતા પ્રમાણમાં ડામર પાથરવામાં આવતો નથી પરિણામે રસ્તાઓનું આયુષ્ય લાંબુ રહેતુ નથી.

એસ.જી. હાઇવે પર કેટલાક સ્થળોએ રસ્તા ખરબચડા જરૂર થયા છે પરંતુ ઓવરઓલ સ્થિતિ એટલી બધી ખરાબ નથી. જે વિસ્તારોમાં રસ્તા ખરાબ છે ત્યાંથી એકંદરે ફરિયાદ ઊઠે છે. ગોદરેજ ગાર્ડન સીટીવાળો રોડ ઝડપથી રીપેર થાય તેવી લોકમાગણી પ્રવર્તી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.