ગોદરેજ નુપૂરે નેચરલ હીના આધારિત હેર કલર માટે બ્રાન્ડ એમ્બેસેડર શિલ્પા શેટ્ટીને બનાવી
મુંબઈ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની ભારતમાં સૌથી મોટી હીના બ્રાન્ડ ગોદરેજ નુપૂરએ બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ગોદરેજ નુપૂર હીના આધારિત હેર કલર માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી.
આ જોડાણ શહેરી અને ગ્રામીણ બજારોમાં બ્રાન્ડ મેહેંદી આધારિત પાવડર હેર કલરની પહોંચને વધારવા થયું છે. ગોદરેજ નુપૂરે પ્રોડક્ટની ખાસિયતો દર્શાવવામાં અને એની વિઝિબિલિટી વધારવા એક નવી ટીવી કમર્શિયલ (ટીવીસી) પણ પ્રસ્તુત કરી છે, જે ક્રિએટિવલેન્ડ એશિયાએ બનાવી છે.
અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને વેલનેસ ઉત્સાહી સહિત વિવિધતાસભર કામગીરી માટે જાણીતી શિલ્પા શેટ્ટી પ્રકૃતિને અનુરૂપ જીવન જીવવામાં માને છે અને તેની જીવનશૈલીની પસંદગી દ્વારા આનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ એને ગોદરેજ નુપૂર હીના આધારિત હેર કલર માટે આદર્શ પસંદગી બનાવે છે,
જે આમ્લા, એલોવેરા, હિબિસ્કસ, શિકાકાઈ, નીમ, મેથી, ભૃંગરાજ, જટામાંસી, બ્રાહ્મી જેવા 9 ઔષધોના કુદરતી ગુણોની સાથે મૂળ ઘટક તરીકે મેહેંદી સાથે આવે છે. આ કુદરતી ઘટકો ચમકદાર, કુદરતી રંગ આપવા માટે જાણીતા છે, જે ગ્રે વાળને આવરી લે છે.
આ જોડાણ વિશે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, “ગોદરેજ મજબૂત ભારતીય મૂળિયા ધરાવતી અને દેશમાં હેર કલરમાં પથપ્રદર્શકતા સાથે પરંપરાગત અને જાણીતી બ્રાન્ડ છે. મને ગોદરેજ નુપૂર નેચરલ હીના આધારિત હેર કલર માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાણ કરવાની ખુશી છે.
ગોદરેજ નુપૂર ગ્રાહકની હેર કલરની જરૂરિયાતો સમજે છે, તેમની પસંદગીઓ પૂરી પાડે છે, જેમાં કુદરતી ઘટકો સામેલ છે. ગોદરેજ નુપૂર નેચરલ હીના આધારિત હેર કલર એવા લોકો માટે પણ છે, જેઓ પહેલીવાર કલર કરતાં ડરે છે, કારણ કે તેઓ હેર રંગ માટે કુદરતી ઘટકોને સલામત ગણે છે.”
આ જોડાણ પર ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ભારત અને સાર્કના સીઇઓ સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “ભારતમાં મેહેંદીનો પર્યાય ગોદરેજ નુપૂરનો ઉપયોગ વાળને સ્વસ્થ અને પોષણ આપવા માટે થાય છે. અમારી લેટેસ્ટ ઓફર ગોદરેજ નુપૂર હીના આધારિત હેર કલર એના બ્રાન્ડ પોર્ટફોલિયોનું એક્ષ્ટેન્શન છે. આ પાવડર હેર કલરનો ઝડપી અને સરળ ઉપયોગ કરવા મેહેંદીના કુદરતી લાભનો સમન્વય કરે છે.
અમને ગોદરેજ નુપૂર નેચરલ હીના આધારિત હેર કલરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને બોર્ડ પર લેવાની ખુશી છે, કારણ કે તે બ્રાન્ડના કુદરતી છતાં સ્ટાઇલિશના વિઝનને પરફેક્ટ ફિટ છે. ફક્ત રૂ. 10ની કિંમત ધરાવતો અમારો હીના આધારિત હેર કલર કુદરતી ઘટકો પસંદ કરતા લોકોની સાથે પહેલી વાર કલર કરનાર લોકોને પણ ગમશે.”
ગોદરેજ નુપૂર નેચરલ હીના આધારિત હેર કલર પાવડર આધારિત હેર કલર છે, જે બે શેડ – નેચરલ બ્લેક (10 ગ્રામનું પેક) અને નેચરલ બ્રાઉન (15 ગ્રામનું પેક), જેની કિંમત ફક્ત રૂ. 10 છે. હેર કલર તમામ જનરલ ટ્રેડ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.