ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગએ મોટરાઇઝ વેરહાઉસ ઓર્ડર પિકિંગ ટ્રોલી મોપટ્રો પ્રસ્તુત કરવા ગ્રીન્ડઝાઇન ટેકનોલોજીસ સાથે જોડાણ કર્યું

મુંબઈ, ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડના બિઝનેસ ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગે આજે ગ્રીન્ડઝાઇન ટેકનોલોજીસની પ્રોડક્ટ મોટરાઇઝ ઓર્ડર-પિકિંગગ ટ્રોલી મોપટ્રો™ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ગોદરેજની હાલની પ્રોડક્ટ મેન્યુઅલ ઓર્ડર પિકિંગ સિસ્ટમ એસકેયુટ્રોનું સ્વાભાવિક એક્ષ્ટેન્શન છે, જેને ગયા વર્ષે શોપ ફ્લોર મોબિલિટી અને કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા માટે સહાય કરવા માટે લોંચ કરવામાં આવી હતી. આ ગોદરેજના ભારતના ઇન્ટ્રા-વેરહાઉસિંગ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનને સુધારવાના વિઝનને સુસંગત છે.
આ રોગચાળાને પગલે શહેરમાં કામ કરતાં અનેક લોકો તેમના વતનમાં પરત ફર્યા હોવાથી વ્યવસાયોની કામગીરીમાં ઘણા ફેરફારો થયા છે. તેમનાં રિવર્સ સ્થળાંતરણને પગલે ઇકોમર્સનું વેચાણ ટિઅર-1માંથી ટિઅર-2 શહેરો તરફ વળ્યું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા તાજેતરમાં વેચાણ પર સંશોધન સંસ્થાઓએ જાહેરમાં મૂકેલા આંકડા મુજબ, એમેઝોનનું 91 ટકા અને ફ્લિપકાર્ટનું 65 ટકા વેચાણ નાનાં શહેરોમાંથી નવા ગ્રાહકોને આભારી છે.
એટલે આ પ્રકારની ઊંચી માગને પૂર્ણ કરવા સમયસર પિકિંગ સોલ્યુશન વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે. ભારત પ્રમાણમાં યુવા રાષ્ટ્ર છે, જેમાં 35 વર્ષથી ઓછી વય ધરાવતા લોકોની વસતી મોટી સંખ્યામાં છે. તેઓ નવો અનુભવ લેવા ઇચ્છે છે અને તેમની મહત્ત્વાકાંક્ષાઓ ઊંચી છે. વેરહાઉસ ઇકોસિસ્ટમમાં ઓર્ડર્સ પિકિંગ અને લાંબા અંતર સુધી ચાલવું કંટાળાજનક હોવાની સાથે થકવી નાંખે એવી પ્રવૃત્તિ છે. મોટા ભાગે આ પ્રકારની કામગીરી માટે 35 વર્ષ સુધીની વય ધરાવતા લોકોને સ્ટાફમાં રાખવામાં આવે છે. વળી આ પ્રકારની કામગીરી વધારે ઝડપથી કરી શકે એવા માધ્યમો અજમાવવાનો વિચાર કરવામાં આવે છે.
મોપટ્રો™ મોટરાઇઝ ઓર્ડર-પિકિંગ ટ્રોલી તરીકે પણ જાણીતી છે, જે સ્માર્ટ પિકિંગ સોલ્યુશન છે. આ ભારતમાં પ્રથમ પ્રકારના ગોદરેજના ઉત્પાદન એસકેયુટ્રોનું સ્વાભાવિક પ્રોડક્ટ એક્ષ્ટેન્શન છે. વર્ષ 2019માં એસકેયુટ્રોની માગ ઇકોમર્સ, રિટેલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં વધી છે, ખાસ કરીને છેલ્લાં થોડાં મહિનાઓમાં.
છેલ્લાં થોડાં મહિનાઓમાં લોકડાઉન, એના પગલે માગમાં વધારો અને સિઝનલ ફેસ્ટિવ સેલ જેવા પરિબળોએ ઝડપથી અને સચોટ રીતે ઓર્ડર પિકિંગ સુનિશ્ચિત કરે એવા સોલ્યુશન્સ પર ગોદરેજ જેવી કંપનીઓ સાથે પાર્ટનરશિપને વેગ મળ્યો છે, જેથી વધારે ઉત્પાદકતા હાંસલ થાય. એનાથી વેરહાઉસના કર્મચારીઓને વધારે સારું સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારી જેવા ફાયદા પણ મળ્યાં છે.
મોપટ્રો™ ઓપરેટરો માટે દરરોજ મેન્યુઅલ ઓર્ડર-પિકિંગની થકવી નાંખે એવી કામગીરીને સરળ બનાવીને પરિવર્તનનો પવન ફૂંકશે તેમજ ઓર્ડરને સચોટતા સાથે લેવાનું અને એને અલગ કરવાનું સુનિશ્ચિત કરશે. મોપટ્રો™ સાથે સંલગ્ન મોબાઇલ ડિવાઇઝ પર સોફ્ટવેર પ્રોડક્ટ પિક કરવા ઝડપી રુટ દર્શાવવામાં મદદ કરશે, જેથી વધારે ઉત્પાદકતા હાંસલ થશે.
ગોદરેજ દેશની આત્મનિર્ભર બનવાની સફર પર ભારતીય ઇનોવેશનને ટેકો આપવામાં હંમેશા માને છે. જ્યારે સપ્લાય ચેઇન ઉદ્યોગે વેરહાઉસોની અંદર ઉત્પાદનોની અવરજવર માટે ટર્નએરાઉન્ડ ટાઇમ ઘટાડવા મોટરાઇઝ ઓફર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતાં આ જોડાણ ઇન્ટ્રા-લોજિસ્ટિક્સમાં દેશના સ્ટાર્ટ-અપ ઇનોવેટર્સને ટેકો આપવા સક્રિય પ્રયાસ છે, ત્યારે આ સોલ્યુશન સપ્લાય ચેઇનમાં સતત ફરક પણ દૂર કરશે.
ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ અનિલ લિંગાયતે કહ્યું હતું કે, “લોકડાઉન લંબાવવાથી બે ત્રિમાસિક ગાળા નબળાં રહ્યાં છે. પછી નિયંત્રણો હળવા થવાની સાથે ભારતીય ઉદ્યોગજગત નાણાકીય વર્ષના બાકીના બે ત્રિમાસિક ગાળામાં વધતી માગને પૂર્ણ કરવા સજ્જ છે. એમાંથી મોટા ભાગની માગ ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાંથી મળી છે એટલે આ ઓર્ડર્સ સમયસર પૂર્ણ કરવા આવશ્યક છે.
એસકેયુટ્રો ગયા વર્ષે લોંચ થયા પછી ઇન્ટ્રા-લોજિસ્ટિક સ્પેસમાં ઇનોવેટિવ મોબાલિટી કમ ટ્રાન્સપોર્ટ ઇનોવેશન પુરવાર થયું છે. અમે ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગમાં મોપટ્રો™ માટે પાર્ટનરશિપ કરી છે, જે એસકેયુટ્રોનું સ્વાભાવિક એક્ષ્ટેન્શન છે. મોટરાઇઝ વેરહાઉસિંગ પિકિંગ સોલ્યુશન્સ માટેની માગમાં વધારો થયો છે અને મોપટ્રો™ એને પૂર્ણ કરશે. આ એસકેયુટ્રો વગેરેના તમામ ફાયદા ધરાવે છે. આ પાર્ટનરશિપ દ્વારા અમને ઓપરેટર્સ તથા ઇકોમર્સ, 3પીએલ અને ઉત્પાદન જેવા ઉદ્યોગ એમ બંને વધારે મજબૂત થવામાં મદદ મળશે એવી આશા છે.”