ગોદરેજ લોક્સે કિચન સિસ્ટમ્સ બિઝનેસમાંથી રૂ. 100 કરોડની આવક કરવાનો લક્ષ્યાંક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/godrej-skido.png)
સ્માર્ટ કિચન સ્ટોરેજ સોલ્યુશન્સ બ્રાન્ડ ‘સ્કિડો’ પ્રસ્તુત કરી
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે આજે જાહેરાત કરી હતી કે, એનું બિઝનેસ યુનિટ ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ આગામી પાંચ વર્ષમાં એના ગોદરેજ કિચન ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ બિઝનેસમાંથી રૂ. 100 કરોડની આવક કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
કંપનીએ સ્માર્ટ કિચન ડ્રોઅર્સ અને ઓર્ગેનાઇઝર્સ સ્કિડો પ્રસ્તુત કર્યું છે, જે સ્માર્ટ કિચન સ્ટોરેજના સોલ્યુશનની નવા પ્રકારની રેન્જ છે. ભારતીય કિચનની વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવા કંપનીએ સ્કિડોની રેન્જ વિકસાવી છે, જેની ‘ડિઝાઇન ભારતમાં બની છે અને ભારત માટે બની છે.’ આ રેન્જ આઠ ઉત્પાદનો ધરાવે છે, જેમાં કિચન ડ્રોઅલર્સ અને કટલરી, કપ અને સૉસર, વોક, ફ્રાય પેન, થાળીઓ, પાત્રો તથા બરણીઓ અને બોટલ માટે ડેડિકેટેડ ઓર્ગેનાઇઝર્સ સામેલ છે.
સ્કિડો કંપનીએ વિવિધ ભારતીય કિચન અને રાંધવાની વિવિધ શૈલીનો અભ્યાસ કરવા હાથ ધરેલા વિસ્તૃત સંશોધનનું પરિણામ છે. આ અભ્યાસમાંથી પ્રાપ્ત થયેલી ઉપયોગી જાણકારીઓ ગોદરેજ લોક્સને સ્કિડોનાં નવીન સ્ટોરેજ સોલ્યુશનો વિકસાવવા તરફ દોરી ગઈ છે,
જે કિચનનો ઉપયોગ કરતી ગૃહિણીઓનું જીવન સરળ અને શ્રેષ્ઠ બનાવશે. કંપનીનો ઉદ્દેશ અત્યાર સુધી ગ્રાહકો પાસે ઉપલબ્ધ એકમાત્ર પશ્ચિમ સોલ્યુશનો પરની નિર્ભરતા ઘટાડવાનો અને ભારતીય કિચન સ્પેસ માટે કસ્ટમાઇઝ સોલ્યુશનો ઓફર કરવાનો છે. સ્કિડોના સ્ટોરેજ સોલ્યુશનો ઇન્સ્ટોલ કરવામાં, વહન કરવામાં સુવિધાજનક છે તથા એકથી વધારે રીતે ઉપયોગી છે.
ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના ઇવીપી અને બિઝનેસ હેડ શ્યામ મોટવાનીએ સ્કિડો વિશે કહ્યું હતું કે, “ભારતીય મોડ્યુલર કિચન વ્યવસાય આશરે રૂ. 2,500 કરોડનો છે અને વર્ષ 2019થી વર્ષ 2024 દરમિયાન વાર્ષિક 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધવાની ધારણા છે. અમારા કુલ વેચાણમાંથી ગયા વર્ષે આ સેગમેન્ટમાંથી 4 ટકા વેચાણ મળ્યું હોવાથી અમે એમાં વૃદ્ધિની પ્રચૂર સંભવિતતા જોઈએ છીએ.
આગામી થોડા વર્ષોમાં અમે આ સેગમેન્ટમાંથી રૂ. 100 કરોડની આવક કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આધુનિક ભારતીય પરિવારો તેમના રસોડાનો ઉપયોગ અગાઉથી વધારે કરી રહ્યાં છે અને તેઓ અસરકારક સોલ્યુશનો મેળવવા ઇચ્છે છે એ બાબતને ધ્યાનમાં રાખીને અમે કિચન એક્સેસરીઝની માગમાં નવેસરથી વધારો જોઈ રહ્યાં છીએ. આ માગ વૃદ્ધિ માટે નિર્ણાયક પરિબળ બનશે.”
ગોદરેજ લોક્સ વર્ષ 2015થી કિચન સિસ્ટમ્સ કેટેગરીમાં કાર્યરત છે. આ કેટેગરીમાં કંપની અર્ગો ડ્રોઅર્સ, વાયર બાસ્કેટ્સ, કોર્નર સોલ્યુશન્સ, ટોલ યુનિટ્સ, સોફ્ટ પ્રો સિસ્ટમ્સ, ડ્રોઅર ચેનલ્સ અને હિંજ જેવા વિવિધ ઉત્પાદનો ઓફર કરીએ છીએ. સ્કિડો આ સેગમેન્ટમાં લેટેસ્ટ ઓફર છે. સ્કિડોની કિંમત સેટદીઠ રૂ. 15,000થી રૂ. 20,000થી શરૂ થાય છે તથા જનરલ ટ્રેડ અને હાર્ડવેરમાં ઉપલબ્ધ થશે.