ગોદરેજ લોક્સે ફ્રી હોમ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો
મુંબઇ, ભારતની સૌથી વિશ્વાસુ લોકિંગ સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ લોક્સે ફ્રી હોમ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ લોંચ કર્યો હતો, જેના દ્વારા નાગરિકો તેમના ઘરની સલામતીન ચકાસણી કરી શકે છે. આ અનોખી ઓફરમાં નાગરિકો સલામતીના માપદંડો ચકાસીને ઘરની સલામતીમાં છીંડા પુરવા સાવચેતીના પગલા લઇ શકશે. હોમ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ ગોદરેજ લોક્સ દ્વારા નાગરિકોને ઘરની સલામતી અંગે સભાન કરવા શરૂ કરવામાં આવેલા કેમ્પેન #હરઘરસુરક્ષિતની પ્રથમ એનિવર્સરીના ભાગરૂપે હોમ સેફ્ટ એસેસમેન્ટ કરવામાં આવે છે.
ભારતમાં ઘરની સલામતી મોટો મુદ્દો છે અને તે માટે સભાનપણે ધ્યાન આપવાની જરૂર છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) પ્રમાણે 2017માં લુંટફાટ, ચોરી, ઘરફોડ ચોરી અને ડકૈતીનાં 2,44,119 કેસો નોંધાયા હતા. 2017માં 2016ની સરખામણીમાં ઘર સલામતી ઘટનાઓમાં 10.53 ટકાનો વધારો થયો હતો, જે ચિંતાનું કારણ છે. વધુમાં, ગોદરેજ લોક્સના હરઘર સુરક્ષિત રિપોર્ટ પ્રમાણે 64 ટકા ભારતીયો આવા પડકારનો સામનો કરવા સજ્જ નથી હોતા.
#હરઘરસુરક્ષિતની પ્રથમ એનિવર્સરીએ ગોદરેજ લોક્સે ઘર સલામતીની દિશામાં સકારાત્મક વર્તણુંક પરિવર્તન લાવવા માટે #એજન્ટ્સઓફસેફ્ટી થીમ અપનાવી છે. ફ્રી હોમ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ આ વિઝનની દિશામાં આવું પ્રથમ પગલું છે. લોકો આ કેમ્પન માટે નવી શરૂ કરવામાં આવેલી વેબસાઇટ www.hargharsurakshit.com પર ક્લિક કરીને આ સેવાનો લાભ લઇ શકે છે.
#હરઘરસુરક્ષિત અને નવી જાહેરાત અંગે ટિપ્પણી કરતા ગોદરેજ લોક્સના એક્ઝિક્યુટિવ વીપી અને બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ત્રણ મિનિટે એક ઘરમાં લુંટ ફાટ કે ચોરી જેવી ઘર સલામતી ભંગની ઘટના બને છે. આ ગંભીર ચિંતાનો વિષય છે અને તમામ દ્વારા તાત્કિલાક પગલાં લેવાની જરૂર છે.
ભારતની સૌથી વિશ્વાસુ લોકિંગ સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે ગોદરેજ લોક્સે લોકોને ઘરની સલામતી અંગે સભાન બનાવવા માટે #હરઘરસુરક્ષિત કેમ્પેન શરૂ કરી છે. એક વર્ષ પછી અમે વર્તણુંકમાં પરિવર્તન લાવવા માગીએ છીએ અને લોકોને પોતે જ સલામતીના એજન્ટ્સ બને તે માટે પ્રેરણા લાવવા માગીએ છીએ.
#હરઘરસુરક્ષિતની સફળતા સુનિશ્ચિત કરવા અમે ત્રણ વર્ષનાં સમયગાળામાં રૂ. 100 કરોડની પ્રતિબધ્ધતામાંથી અત્યાર સુધી રૂ.44 કરોડનું રોકાણ કર્યું છે. અમે આ ઉદ્દેશમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને ઘરમાં પોતાની સલામતી માટે લોકોનાં વિચારમાં સકારાત્મક પરિવર્તન લાવવા માગીએ છીએ.”
#હરઘરસુરક્ષિતની પ્રથમ એનિવર્સરીનાં ભાગરૂપે ગોદરેજ લોક્સ દ્વારા સેફ્ટી એજન્ટ્સ તરીકે કલાકારો કરણવીર બોહરા અને તીજય સિંધુ, JAMM’sનેટવર્કના સ્થાપક રિતુ ગોરાઇ અને રેડિયો સિટી 91.1 એફએમના આરજે આરજે કરણની સેવા લેવામાં આવી હતી. તેમણે ‘સેફ્ટી ઇન ટાઇમ્સ ઓફ સર્જિંગ રોબરીઝ, થેફ્ટ્સ એન્ડ બર્ગલ્રીઝ એટ હોમ’ વિષય પર ઓપન ફોરમ ડિસ્કસનમાં ભાગ લીધો હતો.
કરણવીર બોહરા અને તીજય સિંધુએ જણાવ્યું હતું કે, ઘર એ માત્ર ઇંટ-સિમેન્ટનું માળખું નથી પણ એવું સ્થળ છે જ્યાં આપણે આપણા પરિવારજનો સાથે સમય પસાર કરીએ છીએ. ઘર આપણી સલામતીની જાળ છે, જે આપણને શારિરીક અને ભાવનાત્મક સલામતી પૂરી પાડે છે. અમે#હરઘરસુરક્ષિત પહેલ સાથે જોડાતા ગૌરવ અનુભવીએ છીએ, અમને સલામતીના એજન્ટ્સ તરીકે સ્વીકૃતિ આપવા બદલ અમે ગોદરેજનો આભાર માનીએ છીએ. તેનાથી અમે ઘર સલામતીની દિશામાં લોકોની વર્તણુંકમાં ફેરફાર લાવવા માગીએ છીએ. અમે દરેકને આગળ આવવા અને હોમ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરવા અને સલામત ઘરની દિશામાં પ્રથમ પગલું લેવા દરેકને વિનંતી કરીએ છીએ.”https://youtu.be/V_nsFyXJbjU
ગોદરેજ લોક્સે વાઇસ મિડિયાની ભાગીદારીમાં એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી. ભૂતપુર્વ લૂંટારાઓ, લુંટનો ભોગ બનેલાઓ અને ગુનેગારોની મુલાકાત દર્શાવતી આ ડોક્યુમેન્ટ્રી સ્ટાઇલ ફિલ્મમાં પોતાનું ઘર કઇ રીતે સલામત રાખવું તે અંગે સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
૨૦૧૮માં હોમ સેફ્ટી ડેનાં રોજ ગોદરેજ લોક્સે #હરઘરસુરક્ષિત કેમ્પેન રજૂ કર્યું હતું અને આ હેતુ માટે ત્રણ વર્ષનાં સમયગાળા માટે રૂ.૧૦૦ કરોડનાં રોકાણની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન, ગોદરેજ લોક્સે સિનિયર સિટિજન્સ, મહિલાઓ અને યુવાનો એમ તમામ વયજૂથનાં નાગરિકોને ઘરની સુરક્ષા અંગે શિક્ષીત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ઘર સલામતી પગલાંના અમલ માટે ગોદરેજ લોક્સે આઠ શહેરોમાં ૧૦૦૦થી વધુ સિનિયર સિટિજન્સને શિક્ષીત કરવા સુરક્ષા ચર્ચા ફોરમની રચના કરવામાં આવી હતી. પક્ષકારોને આ કામમાં જોડવા માટે મહિલાઓ અને બાળકો માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને ચાઇલ્ડ સેફ્ટી વીકમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.