ગોદરેજ લોક્સે સ્માર્ટ સુવિધાઓ સાથે 100 ટકા મેડ ઇન ઇન્ડિયા ડિજિટલ લોક સ્પેસટેક પ્રસ્તુત કર્યું
મુંબઈ, લોકિંગ સોલ્યુશન્સનાં પ્રીમિયમાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપે લોક સેગમેન્ટમાં 122 વર્ષથી લીડર ગોદરેજ લોક્સે અદ્યતન ‘મેડ ઇન ઇન્ડિયા’ ડિજિટલ લોક સ્પેસટેક પ્રસ્તુત કર્યું છે. સ્પેસટેક ગોદરેજ લોક્સનું હાઈ-ટેક અને સુંદર ડિઝાઇન કરેલું હોમ સેફ્ટી સોલ્યુશન છે. એમાં 360-ડિગ્રી ફિંગર પ્રિન્ટ રેકગ્નિશન, સ્પાય કોડ, પ્રાઇવસી મોડ, લો બેટરી ઇન્ડિકેટર, એક્ષ્ટર્નલ પાવર બેંક ચાર્જિંગ, વોલ્યુમ કન્ટ્રોલ, બ્રેક ઇન એલાર્મ જેવી ટેકનોલોજીકલ અદ્યતન સુવિધાઓ છે.
કેનેથ રિસર્સ મુજબ, દેશમાં સ્માર્ટ ડોર લોકનું બજાર વર્ષ 2023 સુધીમાં 652.04 મિલિયન ડોલરને આંબી જાય એવી ધારણા છે, જે વર્ષ 2016માં 75.19 મિલિયન હતું. માળખાગત સુવિધાઓનાં ઝડપી વિકાસ અને કોર્પોરેટ સેક્ટરનાં વિસ્તરણ થવાના કારણે સ્માર્ટ લોકની સ્વીકાર્યતામાં વધારો થયો છે. ઘરની સલામતી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં વધારા સાથે શહેરી વસતિની આકાંક્ષા વધવાથી ડિજિટલ લોક્સ જેવા અદ્યતન સોલ્યુશનની સ્વીકાર્યતામાં પણ વધારો થયો છે. સ્માર્ટ લોક્સની સ્વીકાર્યતા દુનિયાભરમાં વધી રહી છે.
ગોદરેજ લોક્સના ડિજિટલ લોક્સ સેગમેન્ટમાં નાણાકીય વર્ષ 2015-16થી નાણાકીય વર્ષ 2018-19 વચ્ચે 13 ટકાનાં સીએજીઆરથી વૃદ્ધિ થઈ હતી. કંપનીએ એની પ્રોડક્ટ મિક્સમાં ડિજિટલ લોક્સનો હિસ્સો પણ વધાર્યો છે. એડવેન્ટિસ ડિજિટલ લોક્સની હાલની રેન્જ ઉપરાંત સ્પેસટેક ગોદરેજ લોક્સની લેટેસ્ટ ઓફર છે, જે ભારતમાં બને છે અને દુનિયા માટે એની ડિઝાઇન બનાવવામાં આવી છે. સ્પેસટેકનું ઉત્પાદન ગોદરેજ લોક્સ સંપૂર્ણપણે ભારતમાં કરે છે, જેમાં એન્જિનીયરિંગ, ટેકનોલોજી અને ઉપયોગિતાનો સમન્વય થયો છે, જેમાં ઉપયોગ કરવામાં સરળ અદ્યતન ફંક્શન છે.
ગોદરેજ લોક્સનાં ઇવીપી અને બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ સ્પેસટેકની પ્રસ્તુતિ પર કહ્યું હતું કે, “ગોદરેજ લોક્સ વિશિષ્ટ લોકિંગ સોલ્યુશનમાં પથપ્રદર્શક છે, જે ઘણા વર્ષોથી ભારતીય ઘરોને લોકિંગ સોલ્યુશન પ્રદાન કરે છે. અમારું નવું ઇનોવેશન સ્પેસટેક ડિઝાઇન અને ટેકનોલોજી સાથે ઘરની સલામતી વધારવા માટે મનપસંદ સોલ્યુશન પ્રસ્તુત કરશે. અમે ખાતરી આપીએ છીએ કે, સ્પેસટેકનું ઉત્પાદન ભારતમાં થવાની સાથે ઘરની સુંદરતા વધારવા વિશિષ્ટ ડિઝાઇન પણ ધરાવે છે. વર્ષ 2023 સુધીમાં 652.04 મિલિયનની સંભવિત બજાર સાઇઝ સાથે સ્માર્ટ લોક્સ વૃદ્ધિ માટે પુષ્કળ તક પ્રદાન કરે છે. ગોદરેજ લોક્સ વધારે ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રસ્તુત કરીને એના ડિજિટલ લોક્સનું વિસ્તરણ કરવા કટિબદ્ધ છે, જે ભારતમાં એની કેટેગરીમાં ગેમ-ચેન્જર્સ બનશે.”
સ્પેસટેકની કેટલીક વિશિષ્ટ ખાસિયતો સ્માર્ટફોન યુઝર જનરેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં પ્રાઇવસી મોડ સામેલ છે, જે બહારથી કોઈ પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવી સુનિશ્ચિતતા કરે છે, પછી ભલે એની પાસે સ્પાય કોડ, પાસકોડ હોય. વળી આ સ્માર્ટ લોક્સ અજાણી વ્યક્તિની હાજરીમાં રેન્ડમ ડિજિટ ઉમેરવાની સુવિધા આપે છે, જે ગેસ્ટ પિન એટલે મહેમાનો માટે જનરેટ થતો વન-ટાઇમ પિન છે. આ ઇન્ટ્રુડર એલાર્મ્સની સુવિધા પણ આપે છે, જે સતત 5 ખોટા પાસકોડ પછી, દરવાજાને બળજબરીપૂર્વક ખોલવાના પ્રયાસ પર કે દરવાજાને અનુચિત રીતે બંધ કરવા પર વાગે છે.
સ્પેસટેક તેમના ઘરની સ્ટાઇલ વધારવાની સાથે ઘરની સલામતી વધારવા ડિઝાઇન કરેલું છે. સ્પેસટેકની ડિઝાઇન કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની સુંદરતાને અનુરૂપ પણ બની શકે છે. રૂ. 43,000ની કિંમત ધરાવતું નવું ડિજિટલ લોક ગોદરેજ લોક્સનાં ઓથોરાઇઝ ડિલર્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે.