ગોદરેજ લોક્સ અને આર્કિટેક્ચરલ ફિટિંગ્સની દરેક ખરીદી પર હવે ગોલ્ડ જીતવાની તક
ઈનોવેટિવ લોકિંગ સોલ્યુશન્સ, આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ કિચન સિસ્ટમ્સની 123 વર્ષ જૂની અગ્રણી યુવાન ઉત્પાદક કંપની ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલે ગ્રાહકોને બ્રાન્ડ સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે ફેસ્ટીવ ઓફર રજૂ કરી છે. જે અંતર્ગત ગ્રાહકોને રૂ. 50000 સુધીના ગોલ્ડ વાઉચર્સ જીતવાની તક મળે છે.
ગ્રાહકો આ ઉત્સાહવર્ધક ઓફરનો લાભ લેવા માટે રૂ. 2000ની લઘુત્તમ ખરીદીના સિંગલ જીએસટી બિલ પર ગોદરેજ લોક્સ રેંજની પ્રોડક્ટ્સ જેવીકે લોક્સ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને કિચન સિસ્ટમ્સની ખરીદી કરી શકે છે.
ગ્રાહકોને ગોદરેજ બ્રાન્ડ સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે ગોદરેજ લોક્સ ગ્રાહકોને કલ્યાણ જ્વેલર્સના રૂ. 5000-50000 સુધીના ગોલ્ડ વાઉચર્સ ખરીદવાની તક પૂરી પાડે છે. સ્કીમ હેઠળ 1000થી વધુ વિનર્સની લકી ડ્રો મારફતે પસંદગી કરવામાં આવશે. જેઓને ગોલ્ડ અને કેટલાક સુંદર શોપીંગ વાઉચર્સ ખરીદવાની તક મળશે.
લોકો 7767001400 પર મીસ કોલ કરીને લકી ડ્રોમાં ભાગ લઈ શકે છે. જ્યારબાદ તેમને પાર્ટિસિપેશન લિંક સાથેનો એસએમએસ મોકલવામાં આવશે. જેમાં તેમણે તેમના ઈનવોઈસ નંબર, રકમ જેવી વિગતો પૂરી પાડવાની રહેશે અને તેને સબમિટ કરવાની રહેશે. લકી ડ્રો મારફતે દર સપ્તાહે વિનર્સની જાહેરાત કરવામાં આવશે.
આ ઓફર ગોદરેજના ઓથોરાઈઝ્ડ રિટેલર્સ પાસેથી કરેલી ખરીદી પર જ માન્ય રહેશે. આ પગલા દ્વારા ગોદરેજ લોક્સ તહેવારોની સિઝનમાં દેશભરમાં રહેતાં તેના વપરાશકારો તરફ આભારની લાગણી પ્રગટ કરવા માગે છે. ઉપરાંત બ્રાન્ડ તેના તાજા અને અતિ-આધુનિક ઓફરિંગ્સને લઈને ગ્રાહકોમાં જાગૃતિ અભિયાન ચલાવવા પણ માગે છે.
આ અંગે બોલતાં ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના ઈપીવી અને બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ જણાવ્યુ હતું કે, “ગોદરેજ લોક્સ ખાતે હંમેશા અમારો પ્રયાસ ગ્રાહકોની ઝડપથી ઊભરી રહેલી માગને કાળજીપૂર્વક ડિઝાઈન દ્વારા તૈયાર કરવામાં આવેલા શ્રેણીમાં શ્રેષ્ઠ સોલ્યુશન્સ પૂરા પાડી તેમને આનંદ આપવાનો રહ્યો છે.
દિવાળી જેવા તહેવારો દરમિયાન ગ્રાહકો ઘરમાં સુધારાલક્ષી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સની ખરીદી કરતાં હોય છે. અમારા ફેસ્ટીવ સિઝનના પગલાં સાથે અમે તેમને શ્રેષ્ટ સેફ્ટી સોલ્યુશન્સ વડે તેઓ સુરક્ષિત હોવાની ખાતરી પૂરી પાડીએ છીએ સાથે તેમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અત્યાર સુધીની અમારી સફરમાં અમે પ્રથમવાર લોકોના મિજાજમાં વૃદ્ધિ માટે તથા તહેવારોની સિઝન મહામારીથી બેઅસર રહે તે માટે આ પ્રકારનું કદમ ઉઠાવી રહ્યાં છીએ.”
ગોદરેજ લોક્સ વિવિધ પ્રકારની ઓફરિંગ્સ ધરાવે છે. જેમાં સમયવિહિન નવ-તાલ પેડલોકનો સમાવેશ થાય છે. તે હાઈ-એન્ડ સર્વગ્રાહી સેફ્ટી સોલ્યુશન્સ છે અને આજે લાખો ઘરો અને ઓફિસિસની સુરક્ષા ઉઠાવી રહ્યાં છે. આ શ્રેણીમાં રીમ લોક્સ, મોર્ટીઝ લોક્સ અને ડિજિટલ લોક્સનો પણ સમાવેશ થાય છે.
કંપની શ્રેણીબંધ ડિજિટલ લોક્સ ધરાવે છે. જેને સ્પેસટેક અને એડવાન્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. જે ચઢિયાતી ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી અને આરએફઆઈડી ફિચર ધરાવે છે. કંપની પાસે શ્રેણીબંધ આર્કિટેક્ચરલ અને કિચન ફિટિંગ પ્રોડક્ટસ પણ ઉપલબ્ધ છે. જેમાં ડોર ક્લોઝર્સ, ફ્લોર સ્પ્રિનંગ્સ, અર્ગો બોક્સિસ, કોર્નર સોલ્યુશન્સ વગેરેનો સમાવેશ થાય છે. આમ ગ્રાહકો વિવિધ પ્રોડક્ટ્સમાંથી પસંદ કરી શકે છે અને તહેવારોમાં તેમના ઘરની સજાવટ માટે સારુ ડીલ મેળવી શકે છે. ફેસ્ટીવ ઓફર નવેમ્બર અંત સુધી ચાલુ રહેશે.