ગોદરેજ DRDO સાથે મળીને ઓક્સિજન જનરેટર્સનું ઉત્પાદન કરશે
· ભારત સરકારની ઓક્સિજન બફર યોજના સાથે સુસંગત પહેલ
· ગોદરેજ પ્રીસિસન એન્જિનીયરિંગે મેડિકલ ઓક્સિજન જનરેટર્સ યુનિટનું ઉત્પાદન કરવા અને પુરવઠો પ્રદાન કરવા ડીઆરડીઓની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો
· મેડિકલ ઓક્સિજન જનરેટર્સની પ્રથમ બેચ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવી
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સને બેંગાલુરુમાં ડીઆરડીઓની લેબોરેટરી ડિફેન્સ બાયો-એન્જિનીયરિંગ એન્ડ ઇલેક્ટ્રોમિકેનિકલ લેબોરેટરી (ડીઇબીઇએલ) પાસેથી ભારતની ઓક્સિજન બફર પ્લાનને ટેકો આપવા ઓક્સિજન જનરેટર્સ ઉત્પાદન કરવાનો એક ઓર્ડર મળ્યો છે. ડીઆરડીઓ હાલના ટેકનોલોજી પાર્ટનર પાસેથી ટેકનોલોજી ગોદરેજ એન્ડ બૉય્સ સહિત ખાનગી ક્ષેત્રની 10 કંપનીઓ સામેલ છે.
નવા વેરિઅન્ટ બહાર આવવાની સાથે હજુ પણ મહામારી સાથે મેડિકલ ઓક્સિજન માટેની જરૂરિયાત અસાધારણ રીતે વધી રહી છે. ભારત સરકારે તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ, કંપનીએ ઓક્સિજન બફર સુનિશ્ચિત કરવા સહિયારા પ્રયાસો હાથ ધર્યા છે, જે હોસ્પિટલ, રાજ્ય અને પ્રાદેશિક સ્તરે ઊભો કરવામાં આવ્યો છે. આ જરૂરિયાતો પૂર્ણ કરવા ડીઆરડીઓની પ્રયોગશાળા ડીઇબીઇએલએ જીએન્ડબીના વ્યવસાય ગોદરેજ પ્રીસિસન એન્જિનીયરિંગની ઓક્સિજન જનરેટર્સનું ઉત્પાદન કરવા એના પસંદગીના પાર્ટનર્સ પૈકીના એક તરીકે કરી છે.
પ્રથમ બેચનું ઉત્પાદન અને પુરવઠો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની ગ્રામીણ હોસ્પિટલોને એક મહિનાના રેકોર્ડની અંદર પૂરો પાડવામાં આવ્યો છે.
સિસ્ટમ ઓક્સિજન પ્લાન્ટને કમ્પ્રેસ્સ્ડ હવા પ્રદાન કરવા એર કમ્પ્રેસ્સરનો ઉપયોગ કરે છે, જે એડસોર્પ્શન ટાવર્સ દ્વારા ઓક્સિજન જનરટેરમાં હવા એડમિટ થાય એ અગાઉ રેફ્રિજરન્ટ એર ડ્રાયર અને વધારે ફિલ્ટર કરીને ફિલ્ટર અને શુષ્ક થાય છે. ઓક્સિજન જનરેટર મોલીક્યુલર સીવ્સમાં એને શોષીને હવામાંથી નાઇટ્રોજન દૂર કરે છે અને 93±3 ટકા ઓક્સિજન સાથે આઉટપુટ આપે છે. હવામાંથી ઓક્સિજનને અલગ કરવા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (પીએસએ) ટેકનિકનો ઉપયોગ કરે છે. આઉટપુટનો સંગ્રહ સ્ટોરેજ ટેંકમાં થાય છે. દરેક જનરેટર મિનિટદીઠ 250 લિટર ઓક્સિજન પેદા કરી શકે છે, જે 50 દર્દીઓને પૂરો પાડી શકાય છે.
આ પાર્ટનરશિપ પર ગોદરેજ એન્ડ બૉય્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ન્યારિકા હોલ્કરે કહ્યું હતું કે, “અમારી કામગીરીના ઇતિહાસમાં ગોદરેજ એન્ડ બૉય્સે સચોટ કુશળતાના દાયકા સાથે અદ્યતન એન્જિનીયરિંગ ક્ષમતાનો સમન્વય કરીને ભારતની આત્મનિર્ભરતાની સફરમાં પ્રદાન કર્યું છે. આ નવી મેડિકલ ઓક્સિજન જનરેટિંગ સિસ્ટમ સાથે અમને ભારતને કોવિડ સામે લડવા ઉપયોગી ફાયદો થવામાં મદદ મળવાની આશા છે.”
ગોદરેજ એન્ડ બૉય્સના ગોદરેજ પ્રીસિસન એન્જિનીયરિંગના એસોસિએટ વાઇસ-પ્રેસિડન્ટ એન્ડ બિઝનેસ હેડ સુશિલ અગરકરે કહ્યું હતું કે, “ડીઆરડીઓ ત્રણ દાયકાથી અમારામાં વિશ્વાસ ધરાવે છે એનું અમને ગૌરવ છે, જેના થકી અમને મહત્વપૂર્ણ સિસ્ટમ અને સચોટ મશીનોનું ઉત્પાદન કરવામાં મદદ મળી છે. ગોદરેજ પ્રીસિસન એન્જિનીયરિંગમાં અમે અમારી ઉત્પાદન પ્રક્રિયા, પુરવઠાની સાંકળ, મેનપાવર અને માળખાગત જરૂરિયાતો સ્થાપિત કરી છે, જેથી આ પ્રકારના મહત્વપૂર્ણ તબીબી માળખાનું મોટા પાયે ઉત્પાદન ઝડપથી કરવા સક્ષમ બની શકીએ.”
વર્ષોથી ગોદરેજ એન્ડ બૉય્સે વિવિધ પ્રોજેક્ટ માટે ડીઆરડીઓ સાથે સફળ જોડાણ કર્યું છે. ગયા વર્ષે એના અન્ય એક વ્યવસાય ગોદરેજ એરોસ્પેસએ 5000 પ્રોપર્શનલ સોલેનોઇડ વાલ્વનું ઉત્પાદન કરીને પ્રદાન કર્યા હતા – જે વેન્ટિલેટર બનાવવામાં મહત્વપૂર્ણ ઘટક છે. ગોદરેજ પ્રીસિસન એન્જિનીયરિંગે સંરક્ષણ લેન્ડ સિસ્ટમ માટે ઓર્ડર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેમ કે બ્રહ્મોસ મિસાઇલ લોંચર્સ, મિસાઇલ કેરિયર્સ તથા નેવલ સિસ્ટમ્સ, જેમ કે ડાઇવિંગ અને સર્ફેસિંગ મિકેનિઝમ, હલ ઇક્વિપમેન્ટ, લિફ્ટ રાફ્ટ કન્ટેઇનર ઇજેક્શન સિસ્ટમ્સ અને સ્ટીઅરિંગ ગીઅર.