ગોદાવરી નદીમાં હોડી ડૂબતા 12 લોકોના મોત-27 લાપતા
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક હોડી ડૂબતા 12 લોકોના મોત થયા છે. જ્યારે હોડીમાં સવાર લોકો પૈકીના 44 લોકો હજુ પણ લાપતા છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દેરક ટીમમાં 30 સભ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દરેક ટીમમાં 30 સભ્યો છે.
લાપતા લોકોને બચાવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામા અાવી છે અેટલુ જ નહી પરતુ અાર્મીના જવાનો પણ મદદમાં જોડાયા છે મૃત્યુનો અાકડો હજુ વધવાની દહેશત સેવાઈ રહી છે અા ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે
ભારે વરસાદને પગલે હાલ ગોદાવરીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ મળતી માહિતી પ્રમાણે રોયલ વશિષ્ઠમાં બેસીને મોટા ભાગના લોકો રાજમુદ્રી નજીક આવેલા જાણીતા ટુરીસ્ટ સ્પોટ પાપીકોન્ડાલું તરફ જઈ રહ્યાં હતા. હોળીની શોધખોળ માટે એક હેલિકોપ્ટરને પણ કામે લગાડવામાં આવ્યું છે. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને પગલે અત્યારે ગોદાવરી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન્ન મોહન રેડ્ડી પણ આ ઘટનાની પણેપણની માહિતી મેળવી રહ્યાં છે. તેમણે સ્થાનિક મંત્રીઓ અને ધારાસભ્યોને પણ રાહતકાર્ય પર દેખરેખ રાખવાની સૂચના આપી છે. આંધપ્રદેશ ટુરીઝમની બે હોળીઓને પણ ઘટના સ્થળે મોકલી આપવામાં આવી છે.
સિવાય મુખ્યમંત્રીએ ગોદાવરી નદીમાં ચાલતી હોળીઓના લાયસન્સ રદ કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને નદીમાં ચાલતી તમામ હોળીઓની વિગતે તપાસ કરવા પણ સૂચના આપી છે. આ અંગે ટુરીઝમ મિનિસ્ટર મુથમસેટ્ટી રાવે જણાવ્યું હતું કે ડૂબેલી હોળી ટુરીઝમ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ ધરાવતી ન હતી.