Western Times News

Gujarati News

ગોધરાના ઓરવાડા ખાતે શહીદ વીર સુનિલ પટેલના સ્મારકનુ અનાવરણ

સુનિલ પટેલ ૨૧ મહાર રેજીમેન્ટમાં ભરતી થયા બાદ ૫૧ રાષ્ટ્રીય રાઇફલમાં વર્ષ ૨૦૧૭ જમ્મુ કશ્મીરના બાદીપુરા ખાતે ફરજ દરમિયાન હિમ પ્રપાતમાં શહીદ થયા હતા.

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શહીદદિન નિમિત્તે ગોધરા તાલુકાના ઓરવાડા ગામના શહીદ સુનિલ પટેલના સ્મારક અનાવરણ કરાયું છે. પંચમહાલ જિલ્લા બારીયા સમાજ દ્વારા શહીદ વીર સુનિલ પટેલ થકી સમાજના અન્ય યુવકો પ્રેરણા મેળવે એવો પ્રયાસ કર્યો હતો.

જેના ભાગરૂપે સ્મારક નિર્માણ માટે ખાસ ટીમની રચના કરી ૧૨૫ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને સેનામાં જાેડાવવા અને દેશભક્તિની જાણકારી પુરી પાડી વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયાનું અનુદાન મેળવવામાં આવ્યું હતું.

જેનાબાદ આજે દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,સમાજના અગ્રણીઓ,પદાધિકારીઓ, શહીદ સુનિલ પટેલના સ્વજનોની ઉપસ્થિતીમાં સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શહીદ સુનિલ પટેલની પુત્રી આરોહીના અભ્યાસ માટે ૫૫ હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી

સમાજમાંથી કુરિવાજાે દૂર કરી સમૂહ લગ્ન કરવા જણાવતાં જેના માટે પણ પાંચ લાખ આર્થિક મદદની જાહેરાત કરી હતી.આ પ્રસંગે સમાજ અગ્રણીઓએ પણ સમાજના યુવકોને દેશ રક્ષા કાજે સેનામાં જાેડાવા માટે અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુનિલ પટેલ ૨૧ મહાર રેજીમેન્ટમાં ભરતી થયા બાદ ૫૧ રાષ્ટ્રીય રાઇફલમાં વર્ષ ૨૦૧૭ જમ્મુ કશ્મીરના બાદીપુરા ખાતે ફરજ દરમિયાન હિમ પ્રપાતમાં શહીદ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.