ગોધરાના કેવડીયા ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત મા દારબંધી ના ચૂસ્ત અમલ સામે વિદેશી શરાબ નો જથ્થો ધૂસાડવા માટે બૂટલેગરો ના ગેરકાયદે વ્યાપર સામે ગોધરા તાલુકા પોલીસ તંત્ર ની ટીમ દ્રારા કેવડિયા બાયપાસ ચોકડી પાસે નાકાબંધી કરી ને હરીયાણા થી વડોદરા જતા અંદાજે ,૧૯,૯૧ લાખ રૂ! ની
કીમત ના વિદેશી શરાબ ના જથ્થા ને ઝડપી પાડતા બૂટલેગરો ના કારનામાઓ વધુ એક વખત ખોરવાઈ ગયા હતા.!! દાહોદ તરફથી એક અશોક લેલન ગાડીમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને ગોધરા થઇને વડોદરા જવાનો છે .
તેવી બાતમી રીડર પોસઇ પી.એન.સીંધને મળી હતી . જેથી પેરોલ ફલો પોસઇ એન.જી.શેખ તથા સ્ટાફ કેવડીયા રસ્તા પાસે નાકાબંધી કરી હતી .તે વખતે એક ગાડી આવતાં પોલીસે ગાડીને ઉભી રાખવાનો ઇશારો કરતાં ગાડી ઉભી રાખીને ભાગવા જતાં ચાલક તથા કલીનરને પકડયા હતા.
પોલીસે લેલનમાં તપાસ કરતાં માટી ભરેલી પ્લાસ્ટીકની થેલીઓ પાછળ દારૂની પેટીઓનો જથ્થો મળ્યો હતો . પોલીસે પાસપરમીટ વગરનો રૂ .૧૯,૯૧,૫૨૦ નો દારુનો જથ્થો સાલીયાના આઉટ પોસ્ટ ખાતે મુકયો હતો . પોલીસે પકડેલા હરીયાણાના મહાવીર મામચંદ જાટ તથા રમણકુમાર સુલીંદર ગડરીયા ( પાલ ) ને પકડી પુછપરછ કરતાં
જથ્થો ટ્રકમાં હરીયાણાનો હીમાંશુ ખત્રીએ ભરીને આપ્યો હતો . હરીયાણાથી રાજસ્થાન થઇ ગુજરાતના ઝાલોદ થઇને વડોદરા આપવા નીકળ્યા હતાનું જણાવેલ હતું.પોલીસે રૂા .૧૯.૯૧લાખનો દારૂનો જથ્થો , ટ્રક , બે મોબાઇલ મળીને કુલ .૨૫,૦૨,૩૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો .