Western Times News

Gujarati News

ગોધરાના બહારપુરામાંથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બહારપુરા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને રંગે હાથે ઝડપી પાડી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .ગોધરા ટાઉન વિસ્તારમાં આવેલ

બહારપુરા સ્મશાન રોડ પાસે હજરત નવગજ પીરબાબા દરગાહની બાજુમા બનાવેલ ઓરડીમા એક શખ્સ નામે જહીરૂદ્દીન ઉર્ફે લકડી અલ્લાઉદ્દીન સૈયદ નાનો તેના કબજા ભોગવટાની ઓરડીમાં સુકા ગાંજાનુ ચો૨ી છૂપીથી છૂટકમા વેચાણ કરે છે . તેવી બાતમી આધારે પોલીસ.ઈન્સ.એમ.કે.ખાંટ તથા પો.સ.ઈન્સ.આર.એમ.મુધવા

તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે રાખી ગોધરા ટાઉનના બહારપુરા વિસ્તારમાં આવેલા હજરત નવગજ પીરબાબા દરગાહની બાજુમા બનાવેલ ઓરડી પાસે જઈ તપાસ કરતા જહીરૂદ્દીન ઉર્ફે લકડી અલ્લાદીન સૈયદ નાનો હાજર મળી આવેલા હતા.તેને સાથે રાખી તેની કબજા ભોગવટાની ઓરડીમાં તપાસ કરતા

એક થેલીમાં ગાંજાનો જથ્થો મળી આવેલો હતો . જેથી એફ.એસ.એલ. અધિકારીને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા ગાંજાે હોવાનુ જણાવતા હોય પકડાયેલ ગાંજાનુ વજન કરાવતા કુલ જથ્થો ૩૦૦ ગ્રામ જેની રૂ?.૩૦૦૦ ની ગણી તથા તેની અંગઝડતી માંથી મોબાઇલ ફોન -૧ રૂ?.૫૦૦ / – તથા રોકડા રૂ! .૫૦૦ મળી કુલ્લે રૂ?.૪૦૭૦ ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ દ્ગડ્ઢઁજી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.