ગોધરાના મકાનકુવા વિસ્તારમાં નિયમોની વિરૂધ્ધ નવા બાંધકામની ફરિયાદ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ના મકાનકુવા વિસ્તારમાં (Godhra Makankuva Area illegal Construction) નવીન બાંધકામ જીડીસીઆર વિરૂધ્ધ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ પાલિકા ના મુખ્ય અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી જે રજૂઆત ને ધ્યાને લઈ પાલિકાએ બાંધકામ કર્તા ને નોટિસ ફટકારી જરૂરી આધાર પુરવા રજુ કરવાની જાણ કરી છે.
શહેરના માનકુવાના રહિશોના જણાવ્યા મુજબ બાંધકામ કરનાર માલિકે અવરજવર કરતા રસ્તા ઉપર દબાણ કરી તેમજ બાંધકામના નિયમોને નેવે મૂકી જીડીસીઆર વિરૂદ્ધ વાણિજય હેતુ માટે બાંધકામ શરૂ કરેલ છે.જેના અનુસંધાનમાં મકનકુવાના રહિશો દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસરને અનેકવાર મૌખિક રજુઆત કરેલ હતી .
તેમ છતાં પાલિકા દ્વારા આ સમગ્ર મામલા ઉપર ધ્યાન આપવામાં ન આવતાં રહિશો દ્વારા લેખિતમાં રજુઆત કરી દબાણ દુર કરવા તેમજ જીડીસીઆર વિરૂદ્ધ થઈ રહેલ બાંધકામને અટકાવવા માટે નગર પાલિકાના અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૮૫ હેઠળ કાર્યવાહી કરવા અંગેની લેખિત રજુઆત કરી હતી .
ત્યારે આ લેખિત રજુઆતને ધ્યાને લઈ નગર પાલિકા દ્વારા બાંધકામની જગ્યાની સ્થળ તપાસ કરી બાંધકામ કરતાને જરૂરી આધાર પુરાવા તેમજ નકશા જેવા પુરાવાને ૭ દિવસમાં રજુ કરવા નોટીસ ફટકારી છે .
પરંતુ બાંધકામ બંધ કરવા માટે કે અટકાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેલ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ગોધરા શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે . તેની પણ તપાસ કરવામાં આવે તો સત્તાધિશો અને નગર પાલિકાના કેટલાક અધિકારીઓના પગ તળે રેલો આવે તેમાં નવાઈ નહીં.