ગોધરાના યુવક મંડળ દ્વારા નિશુલ્ક કુંડા વિતરણનું આયોજન કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/2005-godhra-2-1024x576.jpg)
(પ્રતિનિધિ)ગોધરા, શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા ગુજરાત ના ‘વિવિધ સ્થળો એ વડતાલ ધામ દ્વિશાતાબ્દિ મહોત્સવ તથા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧ હજાર કરતા વધારે પક્ષીઓના પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ તે અનુસંધાને આજરોજ ગોધરા લાલબાગ બસ સ્ટેશન ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના યુવાનો દ્વારા કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના ૨૦૦મા વાર્ષિક પાટોત્સવ ના દ્વિશતાબ્દી મહોત્સવ તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધીપતિ પ.પૂ.સ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના ૭૫મા પ્રાગટયોત્સવ વર્ષ અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત ગુજરાત ના વિવિધ સ્થળોએ કુલ ૨૧,હજાર કરતા વધારે પક્ષીઓને પીવાના પાણી માટેના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે ગોધરા લાલબાગ બસ સ્ટેશન ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના યુવાનો દ્રારા ૫૦૦ થી વધારે કુંડાઓનું લોકોને વિતરણ કરીને પક્ષીઓને પીવાના પાણી મળી રહે આ ઉમદાકાર્યને પાર પાડ્યું હતું.