ગોધરાની મુખ્ય કાંસો સાફ સફાઈ ન થતા સ્થાનિકોમાં રોષ
(પ્રતિનિધિ)ગોધરા, ચોમાસા પૂર્વે ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે શહેરમાં આવેલી અમુક કાંસોની સફાઈ પાલિકા દ્વારા વરસાદ માથે હોવા છતાં કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈને પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે અને આ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ પાલિકા દ્વારા કરવામાં આવે છે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ કાંસોનો સફાઈ કરવામાં આવતી હોય છે
પરંતુ આ વર્ષે ગોધરામાં કામગીરી માત્ર ાગળ પર કરવામાં આવી હોવાના અક્ષપો ઉઠી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ૫૦ થી વધુ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટી વિસ્તારોનું વરસાદી પાણી શહેરમાં આવેલી કાંસોમાં થી પસાર થઇ મેશરી નદીમાં જાય છે.
પરંતુ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કાંસોની સફાઈ કરવામાં ન આવતા ગોધરાના ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવાની શક્યતાઓ રહી છે આમ તો દર ચોમાસામાં ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે અને દર વર્ષે પાણી પણ ભરાય છે
અને લોકોના ઘરવખરી સરસમાન ને નુકશાન થાય છે તો બીજી તરફ ગોધરાનો ખાડી ફળિયા વિસ્તાર કે જ્યાં પણ વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે તેમ છતા પાલિકા દ્વારા આવા વિસ્તારો ને ધ્યાને પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી જેના વરસાદી પાણીના નિકાલની કાંસોમાં ગંદકી જોવા મળી રહી છે
જેની સાફ સફાઈ પાલિકા દ્વારા કરવામાં ન આવતા શહેરના જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ચોમાસું માથે છે ત્યારે શહેરીજનો શહેરમાં આવેલી વરસાદી કાંસોની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.