ગોધરાનો બોક્સર પારસ ચૌહાણ પ્રોફેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેશે

ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલી ગામના યુવાન પારસકુમાર ચૌહાણ આગામી ૨૭ નવેમ્બરના રોજ પુર્વોત્તર ભારતમા આવેલા મિઝોરમ રાજ્યના એઝવાલ શહેર ખાતે એલપીએસ ફાઈટ નાઈટ સંસ્થા દ્વારા યોજાનારી પ્રોફેશનલ કક્ષાની બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. પંચમહાલના આ બોકસર યુવાને નેશનલકક્ષાની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ મેડલો અને પ્રમાણપત્ર મેળવ્યા છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલી ગામના રહેતા ખેડુતપુત્ર પારસ ચૌહાણને રમતગમત પ્રત્યે અનોખો લગાવ છે.પારસ ગ્રેજ્યુએટ છે.પોતાના જીવનમાં તેને બોક્સિંગ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે. પારસ ચૌહાણે ખેલમહાકુભ તેમજ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ થતી સ્પર્ધાઓમા પણ ભાગ લીધો છે.જેમાં સિલ્વર અને ગોલ્ડ મેડળ મેળવીને ગોલી ગામ તેમજ સમગ્ર પંચમહાલ જીલ્લાનુ નામ રોશન કર્યુ છે.
પારસ ચૌહાણ વધુ એક નેશનલકક્ષાની પ્રોફેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.મિઝોરમ રાજ્યના એઝવાલ શહેર ખાતેના ડીએમ હોલ ખાતે એલપીએસ ફાઈટ નાઈટ પ્રોફેશનલ સ્પર્ધા આગામી ૨૭ નવેમ્બરે યોજાવા જઈ રહી છે.
આ સ્પર્ધામાં રાજસ્થાન, હરિયાણા, બેંગલોર, હૈદરાબાદ ના બોંક્સિંગના ખેલાડીઓ ભાગ લેવાના છે.જેમાં ગુજરાત રાજ્યમાંથી પારસ ચૌહાણ ભાગ લેશે.પારસ ચૌહાણનો મુકાબલો મિઝોરમના બોકસર લાલરામફેલા સાથે થશે.જુલાઈ મહીનામાં નવી મુંબઈ ખાતે યોજાયેલી ઓલ સ્ટાર્સ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પારસકુમાર ચૌહાણનુ સિલેકેશન મિઝોરમ ખાતેની પ્રોફેસનલ સ્પર્ધા માટે થયુ હતુ.
ગોધરા ખાતે આવેલી માય જીમ ૨.૦૦ના માલિક ધીરજ મલ્હોત્રાએ પારસ ચૌહાણને સ્પોન્સર્સ કર્યો છે.બોક્સિંગ કોચ તોફીસ અહેમદ અને મુસા રઈસ દ્વારા પારસ ચૌહાણને શ્રેષ્ઠકક્ષાની તાલીમ આપવામા આવી છે.પારસ નેશનલ કક્ષાની પ્રોફેશનલ સ્પર્ધામાં સિલેકેશન થતા ગોલી ગામમાં પણ આનંદની લાગણી છવાઈ છે. ગ્રામજનો,મિત્રવર્તુળ પણ અભિનંદન આપીને આ સ્પર્ધા જીતે તેવી શુભકામના આપી રહ્યા છે.