ગોધરામાં અમદાવાદ નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરાયા
સરકારી જમીનની બંને બાજુ નાના મોટા મોટર રીપેરીંગ તથા અન્ય વાહન રીપેરીંગના ગેરેજાે આવેલા છે
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર સહીત આસપાસ નો વિસ્તાર અનેક નાના મોટા દબાણો થી ઘેરાયેલો હોવા છતાં માત્ર મહેસુલમંત્રી ના આદેશ ના પગલે જિલ્લા વહીવટી તંત્ર એ ગોધરા અમદાવાદ હાઇવે રોડ પર આવેલ સેન્ટ આર્નોલ સ્કૂલ થી લઈ ભામૈયા ચાર રસ્તા સુધી મેગા ડીમોલેશન ની કામગીરી હાથ ધરી દબાણો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરતા દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાવાની સાથે ભારે દોડધામ મચી ગઈ હતી.
ગોધરા ના ભુરાવાવ ચાર રસ્તાથી છેક ભામૈયા સુધીનો અમદાવાદ જતો રોડ નેશનલ હાઇવે માં ગણાય છે ભુરાવાવ ચાર રસ્તા થી ભામૈયા સુધી આમને-સામને નાના મોટા ભરપૂર દબાણો હોવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો હતો અને છાશવારે અકસ્માતોની ઘટના પણ બનતી હતી.
આ રસ્તા પર વધેલી સરકારી જમીનની બંને બાજુ હિન્દૂ મુસ્લિમ કોમના નાના મોટા મોટર રીપેરીંગ તથા અન્ય વાહન રીપેરીંગના ગેરેજાે આવેલા છે અને આ ગેરેજ સંચાલકો દ્વારા ગેરેજ માં આવતા વાહનો રોડ ની બંને બાજુ ખાલી પડેલ સરકારી રોડની જગ્યા પર આડેધડ રોડની લગોલગ મૂકી
મોટા મોટા શેડ બનાવી જબરદસ્ત દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી તેમ છતાં તંત્ર ના પેટનું પાણી હાલતું ન હતું અને જેના કારણે કેટલાય નિર્દોષ લોકોએ આ રસ્તા પર અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે તાજેતરમાં ગોધરા ખાતે આયોજિત એક કાર્યક્રમમા હાજરી આપવા માટે આવેલા મહેસુલ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને સિમલા રોડ પર ના દબાણો દૂર કરાવવા અંગે ના સૂચનો કરતા
આજે જિલ્લા વહીવટી તંત્ર રહી રહી ને એક્શન મોડમાં આવ્યું હતું અને તંત્રની વિવિધ ટીમો આ હટાવ ઝુંબેશમાં જાેડાઈ હતી સેન્ટ આર્નોલ સ્કૂલ થી લઈ ભામૈયા ચાર રસ્તા સુધી રોડ ની બંને બાજુ એ માપણી કરી બુલડોઝર ની મદદ થી નાના મોટા કાચા પાક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા જેને લઈને દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો
અને દોડધામના પણ દ્રશ્યો સર્જાયા હતા પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્ર એ આ સંવેદનશીલ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી શહેરના અન્ય માર્ગો પર પણ અધધ દબાણ હોવા છતાં તેને હટાવા સુદ્ધાની તસ્દી તંત્ર દ્વારા લેવાતી નથી અને
માત્ર મંત્રી ની સૂચનાના પગલે ગોધરા ના સિમલા રોડ પર દબાણો દૂર કરાવી તંત્ર એ હાશકારો મેળવ્યો હતો ગોધરાના પ્રાંત અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું જ્યાં સુધી આ રસ્તા પર થી સંપૂર્ણ દબાણ દૂર નહિ થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે વધુ માં જણાવ્યું હતું કે દર ગુરુવારે અથવા તો દર પંદર દિવસે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
અગાઉ પણ તંત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રકાર ના દાવા ખોટા ઠર્યા છે પરંતુ આ વખતે કરેલા દાવા કેટલા સાચા પડે છે તેતો આવનાર સમય જ બતાવશે.?