ગોધરામાં તસ્કરોનો તરખાટઃ ત્રણ દુકાનોના તાળા તોડી ચોરી કરી
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો પોલીસ ને ખુલ્લો પડકાર ફેકી તરખાટ મચાવી રહ્યા છે દારૂ પકડવા એકશન માં રહેતી પંચમહાલ પોલીસ ના હાથે તસ્કરો જલ્દી ઝડપાતા નથી જેને લઈ એક બાદ એક નાની મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે
ગોધરા ના ભરચક વિસ્તારમાં લાલબાગ બસસ્ટેન્ડ ની સામે આવેલ બી.એન.ચેમ્બર્સ માં ધુસી તસ્કરોએ ગુરુવારની મધ્યરાત્રીએ ત્રણ દુકાનો ના તાળા તોડી હાહાકાર મચાવતા ભારે ખળભળાટ મચી ગયો છે ત્રણ દુકાનો પૈકી ની એક મોબાઈલ શોપમાં થી તસ્કરો ૬ જેટલી એલઈડી ટીવી ઉઠાવી જતા દુકાનદારો ની ફરિયાદ ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેર સહિત પંચમહાલ જીલ્લામાં દારૂધ પકડવા એકટીવ રહેતી પોલીસના હાથે તસ્કરો જલ્દી ઝડપાતા નથી જેને લઈ પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ગોધરા ના લાલબાગ બસસ્ટેન્ડ નજીક આવેલ બી.એન.ચેમ્બર્સ માં આવેલી ત્રણ દુકાનોના એક સાથે ગુરુવારની મધ્યરાત્રીએ તાળા તુટતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો
જાણવા મળ્યા મુજબ તસ્કર ટોળકી બિન્ધાસ્ત પણે દુકાનો ના પ્રવેશ ધ્વાર પરથી શટરના તાળા તોડી અંદર પ્રવેશ કરીને ચોરીને અંજામ આપતી દુકાનો માં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ છે બનાવની જાણ દુકાન માલિકો ને થતા સવારે દુકાન ખાતે દોડી આવ્યા હતા તપાસ કરતા તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની જાણ થતાં શહેર એ ડીવીઝન પોલીસ ને જાણ કરવામાં આવી હતી.