ગોધરામાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ ની રહેમ નજર હેઠળ શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ વાગડિયાવાસ માં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડો પાડવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્ર ના આબરૂના ધજાગરા ઉડ્યા હતા પોલીસે દારૂ સહિત કુલ.રૂ.૮૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી પતિ-પત્ની અને માતા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ને બાતમી મળી હતી કે ગોધરા ના ભુરાવાવ વિસ્તારમાં આવેલ વાગડિયાવાસ માં આવેલ સ્થાનિક પોલીસ ની રહેમ નજર હેઠળ દારૂ નો અડ્ડો ધમધમી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસ ટીમે વાગડિયાવાસ માં જાેની તાવીયાડ ના કબ્જા ભોગવટા મકાનમાં રેઇડ કરતા જાેની ગમીરભાઈ તાવીયાડ અને મનીષાબેન જાેનીભાઈ તાવીયાડ બંને રહે, વાગડિયાવાસ ગોધરા નાઓ વગર પાસ પરમીટે ભારતીય બનાવટ નો વિદેશી દારૂના વેચાણ કરતા પોલીસ ના હાથે ઝડપાઈ જતા સમગ્ર વિસ્તારમા દોડધામ મચી હતી.
પોલીસે વિદેશી દારૂની સીલ બંધ કુલ,૪૦૬ બોટલ જેની કિં.રૂ ૪૫૫૨૦ તથા વિદેશી દારૂના વેચાણના રૂ,૧૭૮૬૦ અને એક વાહન મળી પોલીસે ૮૩ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લીધો હતો પોલીસ ના દરોડા દરમ્યાન પતિ-પત્ની પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા જયારે માતા નાનીબેન ગમીરભાઈ તાવીયાડ અને ભુરાભાઇ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ દારૂ ની રેઇડમાં પોલીસે કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પગલે સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો અને સ્થાનિક પોલીસ પણ દોડતી થઇ હતી.
લાંબા સમય થી ગોધરાના વાગડિયાવાસમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવા છતાંય સ્થાનિક પોલીસ તેને બંધ કરાવવામાં નિષ્ફ્ળ રહી હતી જેના કારણે સ્ટેટ ની પોલીસે દરોડો પાડી આ ધમધમતા અડ્ડાને બંધ કરાવ્યો હતો ત્યારે હવે જાેઉં રહ્યું કે આ અડ્ડો આગામી કેટલા દિવસો સુધી બંધ રહે છે તેતો સમય જ બતાવશે.