ગોધરામાં શ્રીસરકાર કરેલી જમીન નવી મેડીકલ કોલેજ માટે ફાળવવા રજુઆત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ના જાફરાબાદ વિસ્તારમાં આવેલી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ ની અંદાજીત ૨૦ એકર જમીન તાજેતરમાં શ્રીસરકાર કરવામાં આવી હતી જે જમીન નવીન મેડીકલ કોલેજ ના બાંધકામ માટે ફાળવવામાં આવે તેવી રજૂઆત પંચમહાલ જીલ્લા કેમિસ્ટ એશોસિએશન ધ્વારા પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કરવામાં આવી હતી.
આપેલા આવેદન માં જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના ઝાફરાબાદ ખાતે અને શહેરના મધ્યમાં આવેલ શિક્ષણ પ્રચાર મંડળ ની અંદાજે ૨૦ એકર થી વધુ જમીન શ્રીસરકાર કરવા નો હુકમ તાજેતરમાં પ્રાંત અધિકારી ગોધરા એ કરેલ છે.
ગત વર્ષે સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાને આરોગ્યલક્ષી વધુ સુવિધા પૂરી પાડી શકાય તે માટે તેમજ મેડીકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે નવીન મેડીકલ કોલેજ શરુ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી તે સંદર્ભે પંચમહાલ જિલ્લા કેમિસ્ટ એશોસિએશન ધ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
આ શ્રી સરકાર થયેલી જમીન પર નવીન મેડીકલ કોલેજ ના બાંધકામ માટે ફાળવવા ની માંગ સાથે ગોધરા કેમિસ્ટ એશોસિએશન ધ્વારા પંચમહાલ કલેકટર ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.*