ગોધરામા નશીલી દવાની બોટલો તથા ગાંજાની પડીકી સાથે ત્રણ શખ્સો ઝડપાયા.

ગોધરા,ગોધરા શહેરના મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારના યુવાધનને પ્રતિબંધિત કોડીન સીરપના નશાખોરી ના રવાડે ચડાવવાના કોડીન ગેંગના આ વ્યાપાર ને બંધ કરવા માટે ગોધરા બી ડીવીઝન પોલીસે ધૂમ વેચાણ થતી નશીલી દવાનો કાળા કારોબારનો પર્દાફાશ કરી બાતમી ના આધારે શહેરના આકાશવાળી કેન્દ્ર પાછળના ખુલ્લા મેદાન માંથી નશીલી દવાની બોટલો તથા ગાંજા ની પડીકી સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ રૂ .૪૩૫૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી હતી.
ગોધરા શહેર બી ડિવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ગોધરા શહેરના આકાશવાણી કેન્દ્ર પાછળ ખુલ્લા મેદાનમાં
(૧)સમીર મહેબુબ દેડકી રહે સલામત સોસાયટી લીલેસરા રોડ ગોન્દ્રા ગોધરા
(૨) અરબાઝ સત્તાર મિસ્ત્રી રહે.સેસન્સ કોર્ટની સામે ગોન્દ્રા ગોધરા
(૩) અકીબ જાવેદ રફીક મિસ્ત્રી રહે.નુરાની મસ્જીદ પાસે ગોધરા નાઓ નશીલી દવાની બોટલોનો જથ્થો રાખી તેનો છુટકમાં વેપાર કરે છે અને હાલ તેઓ આકાશવાણી પાછળના ગ્રાઉન્ડમાં થોડીક બાટલીઓનો જથ્થો લઇ બેઠા છે .
જે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેકટર નાઓ સાથે પો.સ.ઇ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ઉપરોક્ત જગ્યાએથી આરોપીઓ પાસે ગોન્દ્રા ગોધરા નાઓને નશીલી દવાની બોટલોનો જથ્થો કુલ બોટલ નંગ -૧૩ કુલ કિં.રૂ .૧૯૫૦ / – નો તથા ગાંજો કુલ ૫૯ ગ્રામ આશરે કિં.રૂ .૬૦૦ / તથા આરોપીઓની અંગ ઝડતીના કુલ રૂ .૧૮૦૦ / – મળી કુલ રૂ .૪૩૫૦ / – ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેઓ વિરૂધ્ધ ગોધરા શહેર બી.ડીવીઝન પો.સ્ટે . એન . ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી .
તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા