ગોધરા એલ.સી.બી પોલીસે નવાગામ ચોકડી પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી

ગોધરા, પંચમહાલ ગોઘરા રેન્જ અધિક પોલીસ મહાનિદેશક મનોજ શશીઘરે આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ નાઓએ અત્રેના જિલ્લામાં દારૂની સામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુક કરરવા સારૂ પોલીસ ઈન્સ્પેક્ટર ડી એન ચુડાસમા એલ સી બી ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ડી એન ચુડાસમાં એલ સી બી ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી મળેલ એક સફેદ કલરની ટાટા સુમો ગોલ્ડ ગાડી જી જી ૦૨ એકસ એકસ ૦૯૫૫નીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લીમડીથી સંજેલીવાળા રસ્તે થઈ નવાગામ તરફ આવવા નીકળેલ મળેલ બાતમી આઘારે ડી એન ચુડાસમાં પોલી સઈન્સ્પેક્ટર એલ સી બી ગોઘરા તથા એન એમ રાવત પોલીસ સબ ઈન્સ્પેક્ટર તા એલ સી બી પોલીસ સ્ટાફના માણસો સાથે મોરવા તાલુકાના નવાગામ ચાર રસ્તા ઉપર નાકાબંધી કરતા નાકાબંધી દરમ્યાન બાતમી મુજબની ટાટા સુમો ગોલ્ડ ગાડી આવતા તેને રોકી પાડેલ અને ગાડીમાં બેઠેલ બે ઈસમો સ્થળ પકડી પાડી તેઓનો નામ ઠામ પુછતા અજયકુમાર બળવંતભાઈ કોળી રહે રણીયાર કોળીવાડ તા ઝાલોદ જી દાહોદ, લાલસીગભાઈ મગનભાઈ ઉર્ફે મંગુભાઈ ગરાસીયા રહે લીમડી ટાડી રોડ ફળિયુ તા ઝાલોદ જી દાહાદનો હોવાનુ જાવેલ અને પકડાયેલ ટાટા સુમો ગાડીમા તપાસ કરતા ભારતીય બનાવટના વિદિેશી દારૂ ભરેલી કવાટરીયાઓની પેટીઓ નંગ – ૪૮ તથા બીયરની પેટીઓ નંગ – ૨૫ મળી કુલ પેટીઓ નંગ – ૭૩ મા કવાટરીયાઓ તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ – ૨૯૦૪ કિ રૂ ૨૪૬૮૪૦ તથા ટાટા સુમો ગોલ્ડ ગાડી નંબર જી જે ૦૨ એક્સ ૦૯૫૫ કિર રૂ ૨૦૦૦૦૦ મળી કુલ રૂ ૪૪૬૮૪૦નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી અજયકુમા બળવતભાઈ કોળઈ રહે રીયાર કોળીવાડ તા ઝાલોદ જી દાહોદ તથા લાલસીગભાઈ મગનભાઈ ઉર્ફે મંગુભાઈ ગસારીયા રહે લીમડી ટાડી રોડ ફળીયુ તા ઝાલોદ જી દાહોદ નાઓ તથા પ્રોહી જથ્થો ભરી આપનાર રૂપેશભાઈ પ્રવિણભાઈ કોળઈ રહે રણીયાર તા ઝાલોદ જી દાહોદ તથા પ્રોહી જથ્થો મંગાવનાર રમેશભાઈ સરદાર બારીયા રહે ભુરખલ તા શહેરા તથા ગોપાલ ઉર્ફે ઠુઠીયા ઝેણાભાઈ પરમરા રહે દેગવાડ તા ગોધરા નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મોરવા હ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર આવેલ છે.*