ગોધરા એસ ટી બસ સ્ટેશનેથી ત્યજી દીધેલું બાળક મળી આવતા ચકચાર.!!
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર માં આવેલા એસટી બસ સ્ટેશન ખાતેથી જીવીત હાલતમાં તાજી જનમેલી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ સેવાને ફોન કરીને બોલાવામાં આવી હતી અને સારવાર આપવામા આવી હતી.
હાલમા તાજી જન્મેલી બાળક સ્વસ્થ હોવાની વિગતો જાણવા મળી છે. કોઈ નિષ્ઠુર માતા-પિતા બાળકીને છોડી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ધણા લોકો શેર માટીની ખોટ પુરવા માટે બાધા આખડીઓ કરતા હોય છે. પણ ગોધરા શહેરમાં એક નિષ્ઠુર માતા-પિતાએ નાની બાળકીને ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે. ગોધરા બસ સ્ટેશન પાસે એક નવજાત બાળક લોકોના ધ્યાને આવતા તેમને ૧૦૮ સેવાને જાણ કરી હતી.
જેમાં ઈ.એમ.ટી નીલેશ બારીયા અને પાયલોટ હિતેન્દ્ર સિંહ રાઉલજીની ટીમ પહોંચી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકને ત્યજી દેનાર માતા-પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે કરવામા આવી છે.