ગોધરા ખાતે ખેડૂતોની વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે સભા યોજાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે એકલવ્ય સંગઠનના નેજા હેઠળ સંગઠનના પ્રણેતા મધુસુદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના વર્ષોથી જંગલ જમીન ખેડાણ કરતાં ખેડૂતોની વણ ઉકલ્યા પ્રશ્નો અંગે સભા યોજાઈ હતી.
જેમાં વન અધિકાર માન્યતા અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત ખેડૂતો એ કરેલા દાવા માં ઉપસ્થિત પ્રશ્નો જેવા કે કેટલાકને ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવેલી સનતમાં ઓછી જમીન ના અધિકાર પત્ર મળ્યા છે,
કેટલાક ખેડૂતોના દાવા ખોવાઈ ગયા તો કેટલાક દાવા ના મંજુર થયા અને ખરાઈ પ્રક્રિયા બાકી હોવાની રજૂઆતો ઉપસ્થિત ખેડૂતોએ કરી હતી જે સાંભળ્યા બાદ આગામી દિવસોમાં ખેડૂતોના આ પ્રશ્નોના નિકાલ માટે કલેકટર આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું છે.
જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત જંગલ જમીનમાં ખેડાણ કરતાં ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે આગામી દિવસોમાં વ્યૂહરચના કરવામાં આવશે એમ સંસ્થાના સ્થાપક મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું.