ગોધરા ખાતે જિલ્લા પ્રભારી ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે સદાબા ફેડરેશન હોલમાં જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ અને મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રગટાવી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત યોજાયેલ કેશ ક્રેડીટ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સંબોધન કરતા જણાવ્યું હતુ કે મારા પ્રભારી તરીકેના જિલ્લામાં મારા ગ્રામ વિકાસ મંત્રાલયની એક ખુબ જ સરસ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો છે તેમા આજે ૩૩ જુથોને ૪૩.૦૦ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કાઉન્ટર પર થી ૧૨૩ જુથોને ૧૨૭.૦૦ લાખ રૂપિયાના મંજુરી પત્રો આપવામાં આવશે. આમ કુલ ૧૫૬ જુથોને ૧૭૦.૦૦ લાખનું લોન ધિરાણ કરવામાં આવશે.
જેના થકી સખીમંડળની બહેનોને સમય મર્યાદામાં ધિરાણ કરી શકાશે આ કેમ્પથી બહેનો લોન ધિરાણની રકમ મેળવી વિવિધ આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, ખેતીને લગતી પ્રવૃત્તિઓ, કરીયાણાની દુકાન વગેરે લઘુ ગૃહ ઉદ્યોગો શરૂ કરી આર્ત્મનિભર બની ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
અત્યાર સુધી કેશ ક્રેડિટ લોનના માધ્યમથી સ્વ સહાય જુથોની ૬૫૧ અરજીઓ વિવિધ બેંકમાં મુકવામાં આવેલ તે પૈકી કેમ્પ અગાઉ બેંકો દ્રારા ૩૦૧ જુથોની ૩૫૦.૦૦ લાખની લોન મંજુર કરી ૧૩૮ જુથોને ૧૬૨.૦૦ લાખનું ધિરાણ કરવામાં આવેલ છે.
જયારે કેશ ક્રેડિટ કેમ્પમાં ૩૩ જુથોને ૪૩.૦૦ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કાઉન્ટર પર થી ૧૨૩ જુથોને ૧૨૭.૦૦ લાખ રૂપિયાના મંજુરી પત્રો આપવામાં આવશે. આમ કુલ ૧૫૬ જુથોને ૧૭૦.૦૦ લાખનું લોન ધિરાણ કરવામાં આવશે. આમ અત્યાર સુધી કુલ ૪૨૪ જુથોની ૪૭૭.૦૦ લાખની લોન મંજુર કરી ૧૭૧ જુથોને ૨૦૫.૦૦ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે.